માંગરોળ પોલીસ મથકનાં કાર્યક્ષેત્રમાં આવતાં તમામ ફાર્મહાઉસનાં માલિકોને નોટીસ આપતી માંગરોળ પોલીસ : ફાર્મહાઉસ ઉપર જનમેદની એકત્ર ન કરવી અને કોઈ કાર્યક્રમો ન રાખવા નોટીસમાં જણાવાયું
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : મોસાલી-માંગરોળ પોલીસ મથકનાં કાર્યક્ષેત્રમાં આવતાં તમામ ફાર્મહાઉસનાં માલિકોને માંગરોળ પોલીસ મથકનાં PSI પરેશ એચ.નાયી એ નોટીસ આપી ફાર્મહાઉસ ઉપર જનમેદની એકત્ર નહી કરવા અને કોઈ પણ કાર્યક્રમો નહી કરવા નોટીસમાં જણાવાયું છે.
હાલમાં કોરોનાં મહામારીનો રોગ ચાલતો હોય અને આ રોગ એક બીજાના સંક્રમણથી ફેલાતો હોવાથી ફાર્મ હાઉસ ઉપર કોઈપણ પ્રકારની જનમેદની એકત્ર કરવી નહીં તથા કોઈ પણ પ્રકારનો કાર્યક્રમ રાખવો નહીં.જો કોઈ કાર્યક્રમ રાખવા માંગતા હોવ તો અગાઉથી કોવિડ-૧૯ ની ગાઈડલાઈન મુજબ સંબંધિત અધિકારીની મંજૂરી લેવાની રહેશે.જો મંજૂરી વીનાં કોઈ કાર્યક્રમ રાખવામાં આવશે.તો પોલીસ દ્વારા કાય દેસરની કાર્યવાહી કરવામાં આવશે.અત્રે ઉલ્લે ખનીય છે કે તારીખ ૩૧ મી ડિસેમ્બર હવે નજીક છે. ત્યારે આ સમયે ફાર્મહાઉસમાં અનેક પ્રકારનાં કાર્ય ક્રમો અને પાર્ટીઓ યોજાતી હોય છે.સાથે જ માનવ મેદની પણ ઉપસ્થિત રહેતી હોય છે.ત્યારે પોલીસ દ્વારા હાલ થી જ તકેદારીના પગલાં ભરવાનું શરૂ કર વામાં આવ્યું છે.જો કે માંગરોળનાં PSI પરેશ એચ. નાયી દ્વારા માંગરોળ તાલુકામાં મોસાલી ચાર રસ્તા થી કોસંબા રાજ્યધોરીમાર્ગ, નાનીનરોલી રાજ્ય ધોરીમાર્ગ, વાંકલ રાજ્યધોરીમાર્ગ, વસરાવી, વેરાકુઈ માર્ગ,વાલીયા રાજ્યધોરીમાર્ગ અને માંગરોળ થી નાનીપારડી અને હરસળી માર્ગ ઉપર ફાર્મહાઉસો આવેલા છે.