મોસાલીના વિપુલભાઈની સુરત જિલ્લા તકેદારી સમિતિમાં સદસ્ય તરીકે નિમણુંક કરાતાં વાલ્મિકી સમાજ તરફથી કરાયેલું સન્માન
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકાનાં મોસાલી ગામનાં વિપુલભાઈ દિનેશભાઇ પરમારની સુરત જિલ્લા તકેદારી સમિતિ માં સદસ્ય તરીકે નિમણુંક કરાતાં, આજે તારીખ ૨૭ મી ડિસેમ્બરનાં રોજ મોસાલી ખાતે વાલ્મિકી સમાજ તરફ થી સન્માન કરવા માટે એક સન્માન સભારંભનું આયો જન દિલીપસિંહ રાઠોડ નાં પ્રમુખપદે યોજાઈ ગયો. કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રગટાવીને કરવામાં આવ્યો હતો. સર્વશ્રી રાજેશભાઇ જોધપુરી, રાજેશભાઈ કટારીયા,મહેશભાઈ ગામીત વગેરેઓએ પ્રસંગને અનુરૂપ વક્તવ્ય રજુ કરી, વિપુલભાઈ ની જે નિમણુંક થઈ છે,તેને બિરદાવી સમાજની સેવા કરવા હાકલ કરી હતી. સાથે જ વિપુલભાઈ વધુ પ્રગતિ કરે એવી શુભેચ્છા સાથે અભિનંદન પાઠવ્યા હતા.ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ફુલહાર પહેરાવી તથા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.પોતાનાં સન્માનનો પ્રતિભાવ આપતાં વિપુલભાઈ પરમારે પોતાનાં વક્તવ્યમાં જણાવ્યું કે મારી જિલ્લા તકેદારી સમિતિમાં જે નિમણુંક થઈ છે. એને હું ગંભીરતાથી લઈ સમાજ માટે મદદ રૂપ બનીશ, સાથે જ આ નિમણુંક બદલ આ વિસ્તારનાં ધારાસભ્ય અને રાજ્યનાં વનમંત્રી ગણપતસિંહ વસાવા તથા દિલીપસિંહ રાઠોડનો આભાર વ્યક્ત કર્યો હતો.સભારંભના પ્રમુખ દિલીપસિંહ રાઠોડે પોતાનાં વક્તવ્યમાં જણાવ્યું કે વિપુલભાઈ એક નાના પરિવારમાંથી આવે છે અને પોતે ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર છે. ત્યારે એમની જિલ્લા તકેદારી સમિતિમાં જે નિમણુંક થઈ છે એ બદલ આભાર વ્યક્ત કરી, અભિનંદન આપ્યા હતા. એમણે તકેદારી સમિતિનું કેટલું મહત્વ છે.એની વિસ્તૃત સમજૂતી આપી હતી. એમણે વધુમાં જણાવ્યું કે આ દેશનું બંધારણ ડોકટર બાબા સાહેબ આંબેડકરે ઘડ્યું છે. અને આ બંધારણનાં આધારે આ દેશનો વહીવટ ચાલી રહ્યો છે. આ કાર્યક્રમમાં વાલ્મિકી સમાજનાં આગેવાની તથા મોસાલીના નાગરિકો હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન એયુબખાન પઠાણે કર્યું. હતું. જ્યારે આભારવિધિ અરૂણભાઈ પરમારે આટોપી હતી.