મોસાલી થી માંગરોળ જતાં રાજ્યધોરીમાર્ગ થી માંગરોળ DGVCL કચેરી તરફ જતો એપ્રોચ માર્ગ જર્જરીત : મોસાલી પંચાયત દ્વારા વનમંત્રીને કરાયેલી રજુઆત
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : મોસાલી થી માંગરોળ જતાં રાજ્યધોરી માર્ગને જોડતો માંગરોળ DGVCL કચેરી તરફ જતો એપ્રોચ માર્ગ જર્જરીત થઈ ગયો છે. આ માર્ગનું નવીનીકરણ કરવા મોસાલી ગ્રામ પંચાયત દ્વારા આ વિસ્તારનાં ધારાસભ્ય અને રાજ્યનાં વનમંત્રી ગણપતસિંહ વસાવા ને લેખિતમાં રજુઆત કરી છે. આ એપ્રોચ માર્ગ ઉપર DGVCL ની કચેરી,૬૬ KV મોસાલી વિજ સબ સ્ટેશન, નવું ઉભું થનારૂ સ્મશાનગૃહ ૩૦૦ જેટલાં રહેઠાણો અને સુરત જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળા આવેલી છે. જેથી આ એપ્રોચ માર્ગ ઉપરથી પ્રજાજનોની ભારે અવર જવર થાય છે. વળી સમગ્ર માંગરોળ તાલુકાનાં વીજ ગ્રાહકો પોતાનાં લાઇટબીલોની રકમ ભરવા માટે આવે છે. આમ આ એપ્રોચ માર્ગ ખૂબ જ ઉપયોગી છે. જેથી આ માર્ગનું નવીનીકરણ કરવું અતિજરૂરી છે.જેથી આ માર્ગનું નવીનીકરણ કરવા પ્રજાજનોએ પણ માંગ કરી છે.