સુરતની તકેદારી સમિતિમાં મોસાલીના વિપુલભાઇ પરમારની નિમણુંક કરાતાં રવિવારે મોસાલી ખાતે દક્ષિણ ગુજરાત વાલ્મિકી સમાજ તરફથી થનારૂ સન્માન
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સફાઈ કામદારોના પુન:સ્થાપન તથા મેન્યુઅલ સ્કેવેન્જર્સની પ્રથાને જડમૂળથી નાબૂદ કરવા માટે સરકાર તરફથી રાજ્ય,જિલ્લા અને તાલુકા કક્ષાએ મેન્યુઅલ સ્કેવેન્જર્સ તકેદારી સમિતિની રચનાં કરવા ઠરાવવામાં આવ્યું છે. જે અંતર્ગત સુરત જિલ્લાની આ તકેદારી સમિતિની રચનાં કરવામાં આવી છે. જેની જાહેરાત સુરતનાં જિલ્લા કલેક્ટર ડો. ધવલ પટેલ દ્વારા કરવામાં આવી છે. જેમાં જિલ્લા કલેક્ટર, અધ્યક્ષ હોય છે. સમિતિમાં માત્ર બે જ સામાજીક કાર્યકરો લેવાના હોય છે. જેમાં માંગરોળ તાલુકાનાં મોસાલી ગામનાં નવયુવાન વિપુલ ભાઇ દિનેશભાઇ પરમારનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિપુલભાઇની નિમણુંક કરાતાં તારીખ ૨૭ મી ડિસેમ્બરનાં, રવિવારે, બોપોરે ત્રણ કલાકે દક્ષિણ ગુજરાત વાલ્મિકી સમાજ તરફથી એમનું સન્માન કરવા માટે માંગરોળ તાલુકાનાં મોસાલી ગામે એક સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.