તાપી : બારડોલીમાં નોંધાયેલ ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતા – ફરતા આરોપીને ઝડપી પાડતી તાપી જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : મે. ઇન્ચા પોલીસ અધિક્ષક સાહેબશ્રી જી.તાપી નાઓએ હાલમાં નોવેલ કોરોના વાયરસ COVID – 19 સંક્રમણ ન ફેલાય તે સારૂ કેન્દ્ર સરકાર તથા રાજય સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવેલ હોય જે અન્વયે તાપી જીલ્લાના નાસતા ફરતા તેમજ વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય જે અનુસંધાને આજરોજ તથા એ.એસ.આઇ. નારાયણભાઇ રામજીભાઇ તથા અ.હે.કો.લેબજીભાઇ પરબતજીભાઇ તથા અ પો.કો. કશ્યપભાઇ અમરસિંહ તથા અ.પો.કો. દિપકભાઇ સેવજીભાઇ તથા પંચોનાં માણસો સાથે ખાનગી વાહનોમાં બેસી વાલોડ પોલીસ સ્ટેશનનો વિસ્તાર પેટ્રોલિંગમાં હતાં તે વખતે સાથેના અ.હે.કો.લેબજીભાઇ પરબતજીભાઇને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, બારડોલી પો.સ્ટે II ગુ.ર.નં. ૧૨૭/૨૦૧૭ ધી ગુ.પ્રા.સં.આ. ૧૯૫૪ ની કલમ -૫, ૬ (ક), (3), ૬(૪), ૮,૯,૧૦ મુજબના ગુનાના નાસતો ફરતો આરોપીઓ સાહીલ બાબુભાઇ પઠાણ રહે. વાલોડ પાદર ફળીયુ તા.વાલોડ જી.તાપી વાલોડ વેડછી સર્કલ પાસે ઉભો છે તેવી બાતમી હકીકત મળતા સાથેના પોલીસ સ્ટાફ તથા પંચોના માણસોને બાતમી હકીકતથી વાકેફ કરી બાતમીવાળી જગ્યાએ જતા ત્યાં એક ઇસમ ઉભેલ હોઇ તેઓને કોર્ડન કરી સોશયલ ડીસ્ટન્સ હેઠળ ઉભો રાખી અને તેને કોર્ડન કરી સોશયલ ડીસ્ટન્સ હેઠળ ઉભા રહેવાની સમજ કરી સાથેના પંચો રૂબરૂ પ્રથમ ઇસમનું નામ ઠામ પુછતા તેણે પોતે પોતાનું નામ સાહીલ બાબુભાઇ પઠાણ ઉ.વ .૩૨ રહે.વાલોડ પાદર ફળીયુ તા.વાલોડ જી.તાપી નો હોવાનો જણાવે છે તેને શરીરે જોતા રાખોડી કલરની અડધી બાંયની ટીશર્ટ તથા બ્લ કલરનો જીન્સ પેન્ટ પહેરેલ છે. આ ઇસમની પંયો રૂબરૂ અંગ ઝડતી કરતા કોઇ ચીજવસ્તુ મળી આવેલ નથી. તેના શરીરે જોતા કોઇ તાજા મારહાની કે ઇજાના નિશાન જણાઇ આવેલ નથી. આ ઇસમે બારડોલી પો.સ્ટે. .ગુ.ર.નં .૧૨૭ / ૨૦૧૭ ધી ગુ.પ્રા.સં.અ.૧૯૫૪ ની કલમ -૫, ૬ (ક), (3), ૬(૪), ૮,૯,૧૦ મુજબના ગુના બાબતે તેણે સદર ગુનાની કબુલાત કરેલ હોય અને હાલમાં કોરોના મહામારી અનુસંધાને નામદાર હાઇકોર્ટની ગાઈડ લાઈન મુજબ આરોપીની મેડીકલ તપાસણી કરાવી અટક કરવાની કાર્યવાહી કરવાની હોય જેથી મેડીકલ કરાવવા તજવીજ કરી ઘટીત કાર્યવાહી કરવા વાલોડ પોલીસ સ્ટેશન તરફ મોકલી આપેલ છે.
આમ ઉપરોક્ત ગુનાના કામે ઇ.પોલીસ ઇન્સપેક્ટર શ્રી ડી.એસ. લાડ એલ.સી.બી. તાપી તથા તેમની ટીમને નાસતો ફરતો આરોપી ઝડપી પાડવામાં સફળતા મળેલ છે .