કમોસમી વરસાદ પડવાથી સૂકા ઘાસનો કલર બદલાયો : સાત રૂપિયાનો એક પુળો મળે છે : ચોમાસાની મૌસમ માટે આ ઘાસનો સ્ટોક કરવો પડે છે
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : ચાલુ સાલે થોડા દિવસો અગાઉ કમોસમી વરસાદ પડતાં સૂકા ઘાસને ભારે નુકશાન થવા પામ્યું છે. ખેડૂતો અને પશુપાલકો પોતાનાં પશુઓ માટે ચોમાસાની મૌસમ દરમિયાન પશુઓને સૂકુ ઘાસ ખવડાવવા માટે એનો સ્ટોક કરે છે. પરંતુ ચાલુ વર્ષે કમોસમી વરસાદ પડતાં સૂકા ઘાસને વરસાદી પાણી લાગી જતાં આ ઘાસનો કલર બદલાઈ ને થોડો કાળો કલર થઈ ગયો છે. વળી બજારમાં આ ઘાસનો પૂરો સાત રૂપિયાની આસપાસ વેચાતો મળે છે. સુરત ખાતે દક્ષિણ ગુજ રાતની સૌથી મોટી સુમુલ ડેરી આવેલી છે. આ સુમુલ ડેરીમાં માંગરોળ તાલુકામાંથી સેંકડો પશુપાલકો પોતાનું દૂધ દૂધ મંડળીઓ મારફતે સુમુલ ડેરીને મોકલે છે. જેથી માંગરોળ તાલુકામાં દુધાળા પશુઓ સહિત અન્ય પશુ ઓ ખૂબ મોટી સંખ્યામાં આવેલા છે. ખેડૂતોનો પૂરક ધધો હવે પશુપાલનનો બની ગયો છે. ત્યારે સૂકા ઘાસનું મૂલીય વધી જવાં પામ્યું છે. ઘણી વાર પેસા ખર્ચતાં પણ સૂકું ઘાસ મળતું નથી.