તાપી જિલ્લાના કલાકારો માટે યુવા ઉત્સવ-૨૦૨૦ નું આયોજન

પ્રતિકાત્મક તસ્વીર

Contact News Publisher

(માહિતી બ્યુરો દ્વારા; વ્યારા)  : – રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર તથા જિલ્લા રમત ગમત અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે તાપી જિલ્લામાં ૧૫ થી ૨૯ વર્ષના યુવક યુવતીઓ માટે ૨૪માં યુવા કલા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

કોવિડ-૧૯ની મહામારીને ધ્યાને લઇ તાપી જિલ્લાની યુવા ઉત્સવ તા.૨૪ ડિસેમ્બર,૨૦૨૦ દરમ્યાન જિલ્લા કક્ષાએ વચ્યુઅલ/ઓનલાઇન કરવાની થાય છે. જેમાં લોકનૃત્ય, લોકગીત, એક પાત્રીય અભિનય, શાસ્ત્રીય કંઠ્ય સંગીત, કર્ણાટકી સંગીત, સિતાર, વાંસળી, તબલા, વીણા, મૃદંગમ, હાર્મોનિયમ, ગીટાર, ભરતનાટ્યમ, મણીપુરી, ઓડીસી, કથ્થક, કુચિપુડી, શિધ્ર વકતૃત્વ સ્પર્ધા(અંગેજી, હિન્દી)નું આયોજન કરવાનું થાય છે. ભાગ લેવા ઇચ્છુક સ્પર્ધકોએ પોતાની ઇવેન્ટની સીડી બનાવી તેની ઉપર પોતાનું નામ, સરનામું, જન્મ તારીખને પોતાની કૃતિનું નામ સીડીના કવર પર તથા લખીને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, જિલ્લા સેવા સદન બ્લોક નં,૬ પ્રથમ માળ પાનવાડી, વ્યારા-તાપી ખાતે મોકલવાની રહેશે. સ્પર્ધાના નિયમો અંગેની જાણકારી માટે મો.

૯૯૭૮૩૨૧૨૪૯/૭૮૭૪૩૪૭૯૨૭ પર સંપર્ક કરવા જિલ્લા યુવા વિકાસ અધિકારી અમૃતા ગામીત દ્વારા જણાવાયુ છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other