ગિરિમથક સાપુતારા ખાતે શની-રવિવારના વિકેન્ડ કરવા ગુજરાત, મહારાષ્ટ્રના હજ્જારો પ્રવાસીઓ ઉમટી પડયા
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે શની-રવિવારના વિકેન્ડ કરવા ગુજરાત, મહારાષ્ટ્રના હજ્જારો પ્રવાસીઓ ઉમટી પડતા નાના મોટા ધંધાર્થીઓને બખ્ખા થઈ જવા પામ્યા હતા.
દુનિયાભરમાં કોરોના મહામારી વચ્ચે લોકડાઉનમાં ધંધો રોજગાર પર માંથી અસર પહોંચી છે ત્યારે રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે છેલ્લા કેટલાક સમયથી બદલાયેલા વાતાવરણમાં આહલાદક માહોલ સર્જાતા પ્રવાસીઓની ભારે ભીડ ઉમટી પડી હતી. શનિ રવિવાર ના વિકેન્ડ માં ગુજરાત, મહારાષ્ટ્ર, સહિત મધ્યપ્રદેશમાંથી હજ્જારોની સંખ્યામાં પ્રવાસી ઉમટી પડયા હતા. સાપુતારા ખાતે ફૂલ ગુલાબી ઠંડીના ચમકારા સાથે દિવસભર શીત લહેરના પગલે પ્રવાસી ઓ નૌકાવિહાર, ઘોડેસવારી, પેરાગલાઈડિંગ, એડવેન્ચર એક્ટિવિટીની મજા માણવા ભારે ભીડ જોવા મળી હતી.