બાલ્દા મુખ્ય શાળા ખાતે બારડોલી ટીચર્સ કૉ.ઓપરેટિવ સોસાયટીની વાર્ષિક સાધારણ સભા અને બારડોલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનું ત્રિવાર્ષિક અધિવેશન યોજાયું 

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : સુરત જિલ્લાના બારડોલી તાલુકાના બાલ્દા મુખ્ય શાળા ખાતે બારડોલી ટીચર્સ કૉ.ઓપરેટિવ સોસાયટીની વાર્ષિક સાધારણ સભા અને બારડોલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનું ત્રિવાર્ષિક અધિવેશન સંયુક્ત રીતે યોજાયું.

કાર્યક્રમની શરૂઆતમાં બારડોલી ટીચર્સ સોસાયટીના પ્રમુખ હરસિંગભાઈ સી.ચૌધરીએ સૌ મહેમાનોને આવકારી, મંડળીનો ચિતાર રજૂ કર્યો હતો. કાર્યક્રમમાં રાજ્ય સંઘના કાર્યાદયક્ષ એરિક ખ્રિસ્તી,જિલ્લા સંઘના મહામંત્રી અરવિંદભાઈ ચૌધરી ,સિનિયર કાર્યવાહક પ્રમુખ બળવંતભાઈ પટેલ, અને જિલ્લા સંઘના સલાહકાર સમિતિના કન્વીનર અનિલભાઈ ચૌધરી અને રાજ્ય સંપાદક મંડળના સભ્ય વિશ્વજીતભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. સુરત જિલ્લા સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલે ટેલિફોનિક શુભેચ્છા સંદેશો પાઠવ્યો હતો, ત્યારબાદ સોસાયટીના આવક-જાવક, સરવૈયું અને હિસાબો મંત્રી ભાવેશભાઈ લાડે રજૂ કર્યો હતા. જેને સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યા હતા. જીલ્લા સંઘના મહામંત્રી અર વિંદભાઇ ચૌધરીએ સોસાયટીની કાર્યરીતિ અને પ્રગતિને બિરદાવી હતી. એરિકભાઈ ખ્રિસ્તીએ શિક્ષકો નાં સંગઠનને મજબૂત કરવા સાથ સહકાર આપવા વિનંતી કરી હતી.
ત્યારબાદ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ બારડોલીનું ત્રિવાર્ષિક અધિવેશન પ્રમુખ બળવંતભાઈ પટેલના અદયક્ષસ્થાને યોજાયું હતું. જેમાં ૨૦૧૭ -૨૦૨૦ સુધીના ત્રણ વર્ષના હિસાબોને બહાલી આપી શિક્ષકોને સ્પર્શતા તમામ પ્રશ્નો પૂર્ણ થશે એવી ખાત્રી આપવામાં આવી હતી.તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના નવા વરાયેલા હોદ્દેદારોમાં, પ્રમુખપદે બળવંતભાઈ, મહામંત્રી રજીતભાઈ જે. ચૌધરી, કાર્યવાહક પ્રમુખ શૈલેષભાઇ પટેલ,નાણાંમંત્રી મોહનભાઇ એમ. ચૌધરી, ઉપપ્રમુખ કુમેદ એસ ચૌધરી, ભીખુભાઈ રાઠોડ, બીપીનભાઈ બી.ભારતીનું સન્માન કરવામાં આવ્યુ તથા નિવૃત્ત થતાં શિક્ષકો કાંતાબેન વસાભાઈ ચૌધરી, કવિતાબેન ચૌધરી, નિર્મલાબેન ચૌધરી તથા જયવર્ધન ભાઈ પટેલને સન્માનપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.બારડોલી તાલુકાના શિક્ષકોના જે બાળકો ના ૭0%થી વધારે ટકા આવ્યા હોય એવા બાળકોને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સન્ચાલન કાર્યવાહક પ્રમુખ શૈલેષભાઇ પી પટેલ દ્વારા કરવામું આવ્યું અંતે રણજીત જે ચૌધરીએ સૌ મહાનુભાવોનો આભાર માન્યો હતો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other