માંગરોળ તાલુકાનાં પશુપાલકો માટે પશુઓનું ફરતું દવાખાનું આશીર્વાદ રૂપ પુરવાર થયું
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : રાજ્ય સરકારના પશુપાલન વિભાગ તરફથી રાજ્ય ભરમાં દશ ગામો દીઠ એક ફરતું પશુ દવાખાનું શરૂ કરવામાં આવ્યું છે. આ સેવા વિનામૂલીયે આપવામાં આવે છે.ખાસ કરી ઉડાણનાં વિસ્તારોના ગામોમાં રહેતાં પશુપાલકોનાં પશુઓ બિમાર પડે ત્યારે સમયસર સારવાર નહિ મળવાથી ઘણીવાર કિંમતી પશુઓ મોતને ભેટે છે. દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સહકારી સંસ્થા સુમુલ ડેરી સુરત ખાતે કાર્યરત છે. આ સુમુલ ડેરીમાં સુરત જિલ્લાના લાખ્ખો પશુપાલકોનું દૂધ જાય છે.જેથી માંગરોળ તાલુકામાં પણ હજારોની સંખ્યામાં પશુપાલકો દુધાળા પશુઓ ધરાવે છે. હાલમાં દુધાળા પશુઓની કિંમતમાં જંગી વધારો થયો છે. એવા સમયે ઉડાણનાં ગામોમાં પશુપાલકો રહે છે. આ સેવા શરૂ થવાથી ઉડાણનાં ગામોનાં પશુપાલકોનાં પશુઓને સમયસર મેડીકલ સેવા મળી રહેવાથી કિંમતી પશુઓ ની જીદંગી બચી શકે.આ વિસ્તારનાં પશુપાલકો નું કહે વું છે કે સરકાર તરફથી ટોલ ફ્રી નંબર ૧૯૬૨ ઉપર કોલ કરવાથી ઘર આંગણે આ સેવા અમને મળતાં ખૂબ મોટી રાહત થઈ છે. વળી પશુપાલકો પાસેથી એક પણ પેસો લેવામાં આવતો નથી.