ડાંગની સરાલાઇન વઘઇ – બીલીમોરા નેરોગેજ લાઇન બંધ કરાતા રાજકીય આગેવાનોએ ટ્રેન ફરી શરૂ કરવા પશ્ર્ચિમ ડીવીઝનના જી.એમ.ને આવેદનપત્ર સુપત્ર કર્યુ

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ)  : ડાંગની વઘઇ – બીલીમોરા નેરોગેજ ટ્રેન કાયમ માટે બંધ થઈ જતાં સ્થાનિક ધારાસભ્ય અને કોગ્રેસ પ્રમુખે પશ્ચિમ ડીવીઝનના જી.એમ.ને આવેદનપત્ર સુપત્ર કરી વઘઇ નેરોગેજ લાઇન ફરી ચાલુ કરવા રજુઆત કરાઇ.

પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાની ૧૧૪ વર્ષ જૂની વઘઇ બીલીમોરા નેરોગેજ ટ્રેન બંધ થઈ જતાં ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલ અને કોગ્રેસ પ્રમુખ મોતીલાલ ચૌધરીએ વઘઇ રેલ્વે મથક ખાતે પશ્ચિમ રેલવે મુંબઈ ડિવિઝનના જી.એમ. આલોક કનસલને રજુઆત કરી આવેદનપત્ર સુપુત્ર કરી ફરી રેલ્વે ચાલું કરવાની માંગ કરી હતી. ધારાસભ્ય વિજયભાઈ પટેલે જણાવ્યું હતું કે આ ટ્રેન આદિવાસી વિસ્તારના લોકો માટે જીવાદોરી સમાન છે. સાત વર્ષ જૂની મહારાજા સયાજીરાવ ગાયકવાડના સમયથી શરૂ થયેલ આ ટ્રેન આપના મંત્રાલય દ્વારા બંધ કરવામાં આવેલ છે તો આ ટ્રેનમાં અમારા જિલ્લાનો મજુર વર્ગ કામ ધંધા માટે ગણદેવી, ચીખલી બીલીમોરા, જેવા સ્થળોએ જવા આવવા માટે ઉપયોગ કરતા હોય છે. વળી નાના અને મધ્યમ વેપારીઓ પણ પોતાના વેપાર ધંધા ના કામ માટે ટ્રેનનો વર્ષોથી ઉપયોગ કરતા આવે છે. ઉપરોક્ત આવકની દ્રષ્ટિએ ખોટ કરતી હોય આપના મંત્રાલય દ્વારા બંધ કરવામાં આવેલ છે એવો નિર્ણય લેવામાં આવેલ છે. ડાંગ જીલ્લો પ્રકૃતિના ભરપુર સૌંદર્ય ખીલી આવેલ એક પ્રદેશ છે અહીં બોટાનિકલ ગાર્ડન, ગીરા ધોધ શબરીધામ, પંપા સરોવર ગુજરાત રાજ્યનું એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા આવેલ છે. એક સર્વે પ્રમાણે આ જિલ્લામાં પ્રવાસીઓ અને ધાર્મિક સ્થળોમાં વર્ષ દરમિયાન અંદાજે ૧૦ લાખ લોકો મુલાકાત લે છે ઉપરોક્ત ટ્રેનમાં આવનાર પ્રવાસીઓ માટે સારી સુવિધા અને આઇઆરસીટીસી દ્વારા પેકેજ બનાવી આપવામાં આવે તો આ ટ્રેનનો ઘણા પ્રવાસીઓ ઉપયોગ કરી શકે એમ છે મુંબઈ અને અમદાવાદ, દિલ્હી જેવા સ્થળેઓથી આવનારા પ્રવાસીઓની બીલીમોરા જંકશનથી ટ્રેનમાં વઘઇ સુધી લઈ જઈ પેકેજ તૈયાર કરી આપવામાં આવે તો એ દ્વારા રેલવેને પણ ઘણો સારો નફો થઈ શકે એમ છે. જેને લઈને ભાજપ અને કોગ્રેસ ના આગેવાનો એ રેલવે અધિકારીઓને રજુઆત કરાઇ હતી. જયારે આ રાજકીય આગેવાનો ના પગલે પશ્ર્ચિમ રેલ્વે ના જીએમ આલોક કનસલ એ જણાવ્યું હતુ કે હાલ કોવીડ ના વધી રહેલા સંક્રમણ ને પગલે ગુજરાત ની ૧૧ જેટલી નેરોગેજ ટ્રેન બંધ કરવા માં આવેલ છે. વઘઇ – બીલીમોરા નેરોગેજ લાઇન વરસો થી ખોટ કરી રહી છે જે રેલ્વે તંત્ર ને પોસાઇ એમ નથી પણ આદિવાસી વિસ્તાર ના લોકો માટે જીવા દોરી સમાન ટ્રેન ને ફરી શરૂ કરવા માટે રેલ મંત્રાલય સાથે ચર્ચા વિચારણા કરી આદિવાસી પ્રજાને લાગણી ને માન આપી ફરી વઘઇ બીલીમોરા નેરોગેજ લાઇન શરૂ કરવા ના પ્રયાસ હાથ ધરવામાં આવશે આવેદનપત્ર આપતી વેળાએ ભાજપ ના આગેવાન ઘનશ્યામ પટેલ બિપીનભાઈ રાજપુત રોહિત સુરતી સહિત ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જયારે કોગ્રેસી કાર્યકરો વઘઇ રેલ્વે સ્ટેશન ખાતે પશ્ચિમ રેલ્વે ના જીએમ ને આવેદનપત્ર સુપત્ર કર્યુ હતુ તે વેળા એ કોગ્રેસ પ્રમુખ મોતીલાલ ચૌધરી પ્રદેશ મંત્રી તબરેઝ અહેમદ મહિલા મોરચાના લતાબેન ભોયે કોગ્રેસ આગેવાન મુકેશ પટેલ રમેશ ભોયે યુથના વિનોદ ભોયે સહિત અને કોગ્રેસ કાર્યકરો ઉપસ્થિત રહયા હતા.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other