વઘઇ ખાતે જીલ્લા ભાજપની ચિંતન બેઠક યોજાઇ
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઇ ખાતે નવનિયુક્ત ચૂંટણી પ્રભારી અશોકભાઈ ધોરજીયાનું સન્માન સાથે આવનાર દિવસોમાં યોજાનાર સ્થાનીક સ્વરાજ્યની તાલુકા જિલ્લા પંચાયત ચૂંટણીની રણનીતિ અંગે પદાધિકારીઓ, કાર્યકર્તાઓ સાથે ચિંતન અંગે બેઠકનો દૌર શરૂ કરવામાં આવ્યો છે.
ડાંગ જિલ્લામાં173 વિધાનસભા પેટા ચૂંટણીમાં જલવંત સફળતા બાદ આવનારી તાલુકા જિલ્લા ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય પ્રાપ્ત થાય તે માટે જિલ્લાના પ્રવેશદ્વાર વઘઇ ખાતે ચૂંટણી પ્રભારી અશોકભાઈ ધોરજીયા અને જિલ્લા સંગઠન હોદ્દેદારો, મોરચા, કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં ચિંતન બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં બુથ લેવલથી શક્તિકેન્દ્રો ના હોદ્દેદારોને તાલુકા જિલ્લા પંચાયત બેઠકની માઇક્રોપ્લાનીંગ કરી ભાજપનો ભગવો લહેરાવવા કામે લાગી જવા ચૂંટણી પ્રભારી અશોકભાઈ ધોરજીયા એ આહવાન કર્યું હતું. જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ પવારે જણાવ્યું હતું કે દરેક કાર્યકરે ભેદભાવ રાખ્યા વગર પાર્ટીનું સંગઠન મજબૂત બનાવવા કામે લાગી જવું જોઈએ. આ પ્રસંગે 173 ડાંગ ધારાસભ્ય વિજયભાઈ પટેલે પોતાની જીત માટે કાર્યકરો ને શ્રેય આપ્યો હતો, તેઓએ જણાવ્યું હતું કે ડાંગ 173 વિધાનસભા પેટા ચૂંટણી માં જીત એ ન ભૂતો,ન ભવિષ્ય રીતે ભવ્ય વિજય પ્રાપ્ત થયો તે ભાજપના હોદ્દેદારો, સંગઠન કાર્યકરોએ સહયોગને આવકારી હતી. આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ ને ભવ્ય જીત મેળવે તેવી આશા વ્યક્ત કરી હતી.માજી ધારાસભ્ય મંગળ ગાંવીતે ભાજપના વિકાસકીય કામોની સરાહના કરી હતી. જિલ્લામાં રસ્તા,પાણી,આરોગ્ય,શિક્ષણ જેવા પાયાની સુવિધાઓ આપવા ભાજપ અગ્રેસર રહ્યું છે. તેવામાં આવનારી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં જીત મેળવે તેમાં સૌ કાર્યકર્તાઓને આહવાન કર્યું હતું. આ પ્રસંગે ચૂંટણી પ્રભારી અશોકભાઈ ધોરજીયા એ આવનારી સ્થાનીક સ્વરાજ્ય ની તાલુકા જિલ્લા પંચાયત ચૂંટણીની તૈયારી શરૂ કરવા હોદ્દેદારો કાર્યકરોને હાકલ કરી હતી. પેટા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય જીત માટે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાની કાર્યકરોને માઇક્રોપ્લાનીંગ સાથે ભાજપની વિકાસકીય યોજનાઓ અમલમાં લાવી ઘરેઘર લાભ આપવી લોકોને ભાજપ પ્રત્યે જાગૃત કરવા સફળ રહ્યા હતા, જેને પગલે આ જીત ન ભૂતો ન ભવિષ્ય બની રહેવા પામ્યો હતી. આગામી દિવસોમાં પાર્ટીના અનેક કાર્યક્રમો ઉજવવા કાર્યકર્તાઓને સક્રિય રહેવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમ માં વઘઇ તાલુકા પંચાયત પ્રમુખ સંકેતભાઈ બંગાળ, મહામંત્રીઓ કિશોરભાઈ ગાંવીત, હરિરામ સાવંત, મંડળ પ્રમુખ દિનેશભાઇ ભોયે, બાબુરાવભાઈ ચૌર્યા, ઘનશ્યામભાઈ પટેલ, સહિત મહિલા મોરચા, તાલુકા, જિલ્લા ના હોદ્દેદારો, પાયાના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.