તાલુકા મથક માંગરોળનાં ૭૦ વીજ ગ્રાહકો પાસે ૧૨ લાખ રૂપિયા કરતાં વધુ વીજ બીલની રકમ બાકી પડતાં વીજ જોડાણ કાપવાની કામગીરી શરૂ
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : તાલુકા મથક માંગરોળ ખાતે નાયબ કાર્યપાલક ઈજનેર કક્ષાની DGVCL ની કચેરી આવેલી છે. સાથે જ મોસાલી, વાંકલ અને ઝંખવાવ ખાતે વીજ સબસ્ટેશન ઉભા કરવામાં આવેલા છે. જેમાંથી તાલુકાનાં ગામોમાં વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે છે. સાથે જ દર બે મહિને મીટર રીડરો તરફથી દરેક ઘરની મુલાકાત લઈ મીટરમાં જે યુનિટોનો વપરાશ બતાવવામાં આવતો હોય તે મુજબ લાઈટબીલ બનાવી દરેક ગ્રાહકને આપવામાં આવે છે. સાથે જ વીજ બીલમાં બીલની રકમ કઈ તારીખ સુધીમાં ભરપાઈ કારવીબટે પણ દર્શાવવામાં આવે છે. દર્શાવેલી તારીખ સુધીમાં વીજ બીલની રકમ ભરપાઈ કરવામાં નહિ આવે તો DGVCL કચેરી તરફથી વીજ જોડાણ કાપી મીટર ઉઠાવી લાવવામાં આવે છે. હાલમાં માત્ર તાલુકા મથક માંગરોળનાં અંદાજે ૭૦ જેટલાં વીજ ગ્રાહકો પાસે લાઈટ બીલની રકમ પેટે ૭૦ લાખ રૂપિયા કરતાં વધુ રકમ બાકી પડે છે. પરિણામે માંગરોળ DGVCL કચેરી તરફથી આ ૭૦ ગ્રાહકોના વીજ જોડાણો કાપી, મીટર ઉઠાવી લેવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.