માંગરોળનાં વસરાવી ગામે કાર્યરત ફિઝિયોથેરાપી કોલેજ દ્વારા મોસાલી ખાતે રાહત દરે વેલનેસ સેન્ટર શરૂ કરવામાં આવ્યું
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકાના વસરાવી ગામે ન્યૂ ઇન્ડિયન એજ્યુકેશન એન્ડ રીચર્સ સોસાયટી પ્રેરિત શ્રી ઓધ વરામ ફિઝિયોથેરાપી કોલેજ, વસરાવી, તાલુકા માંગ રોળ દ્વારા મોસાલી ખાતે રાહત દરે ફિઝિયોથે રાપી એન્ડ વેલનેસ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. અગાઉ આ સેન્ટર મોસાલી ખાતે શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ કોરોનાં મહામારીને પગલે આ સેન્ટર બંધ કરી દેવામાં આવ્યું હતું. અગાઉ માત્ર સવારે ૯ વાગ્યા થી ૧ વાગ્યા સુધી જ સેન્ટર ચાલતું હતું.હવે આ સેન્ટર બે ટાઈમ શરૂ કરવામાં આવ્યું છે. સવારે ૯ વાગ્યા થી બોપોરે ૧ વાગ્યા સુધી અને બોપોરે ૨ વાગ્યા થી સાંજે ૪ વાગ્યા સુધી ચાલુ રહેશે. અત્રે યાદ આપવું જરૂરી છે કે ખાનગી ફિઝિયોથેરાપી સેન્ટરમાં ૩૦૦ રૂપિયા લેવામાં આવે છે. જ્યારે આ સેન્ટરમાં માત્ર ૫૦ રૂપિયા એક દિવસનાં લેવામાં આવે છે. મોસાલીની આસપાસના વિસ્તારોમાં નજીકમાં કોઈ પણ સેન્ટર કાર્યરત નથી. આ માટે કોસંબા, અંકલેશ્વર કે તડકેશ્વર સુધી જવું પડે છે. જેથી આ સેન્ટર બે ટાઈમ શરૂ કરવામાં આવતાં સમગ્ર માંગરોળ તાલુકાની પ્રજામાં આનંદની લહેર પ્રસરી છે. સાથે જ તાલુકાની જે પ્રજાને ફિઝિયોથેરા પી કરાવવાની જરૂર હોય તેઓ આ સેન્ટરનો લાભ લેઇ એવી અપીલ આયો જકોએ કરી છે.