સાપુતારા માલેગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર ફોરેસ્ટ રેસ્ટ હાઉસ પાસે ધૂમમ્સને પગલે ટ્રિપલ અકસ્માત સર્જાતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) :સાપુતારા માલેગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર ફોરેસ્ટ રેસ્ટ હાઉસ પાસે શુક્રવારે સવારે ગાઢ ધૂમમ્સ ને પગલે ટ્રિપલ અકસ્માત સર્જાતા અફડાતફડી નો માહોલ સર્જાયો હતો.
મળતી માહિતી મુજબ માલેગામ રેસ્ટ હાઉસ પાસેના વળાંકમાં રાજકોટ થી નાસિક મશીનરી ભરી જઇ રહેલા આઇસર ટેમ્પો ન GJ31T 8858 ને નાસિક થી રાજસ્થાન ડુંગળી ભરી આવી રહેલ ટ્રક ન rj09 d 0917 ને ગાઢ ધૂમમ્સ માં અંદાજો ન રહેતા સામે આવી રહેલ ટેમ્પો સાથે ધડાકાભેર અથડાતા બન્ને વાહનો માર્ગ ઉપર પલટી મારી જતા ડુંગળીનો જથ્થો માર્ગ ઉપર વેરવિખેર થઈ જવા પામ્યો હતો, તે વેળા સાપુતારા તારા તરફ થી સુરત તરફ જઈ રહેલા અન્ય ટ્રક ની અચાનક બ્રેક ફેલ થતા અકસ્માતગ્રસ્ત ટ્રક સાથે ધડાકાભેર અથડાતા ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો, અકસ્માતમાં ત્રણેય વાહનોના ચાલકોને નજીવી ઇજાઓ પહોંચી હતી, જ્યારે વાહનોના ખુરદો બોલી ગયો હતો, અકસ્માત બાદ થોડા સમય માટે વાહન વ્યવહાર અવરોધાયો હતો.જોકે સાપુતારા પોલીસે ઘટના સ્થળે પહોંચી જઈ અકસ્માત ગ્રસ્ત વાહનો ખસેડી માર્ગ પૂર્વવત કર્યો હતો. પોલીસે અકસ્માત ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.