ડાંગ જિલ્લા મોબાઈલ ટુ સ્પોર્ટ ગાયન સ્પર્ધા યોજાઇ
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : ડાંગ જિલ્લા રમત-ગમત કચેરી દ્વારા છ થી ઉપર ના તમામ ચાર વય જૂથ માટે ડાંગ જિલ્લા કક્ષાની ગાયન સ્પર્ધામાં સુગમ સંગીત લગ્ન ગીત લોકગીત ભજન અને શાસ્ત્રીય કંઠય સંગીત ની સ્પર્ધા ઓનલાઇન યોજાઈ જેમાં સ્પર્ધકોએ પોતાના ઘરેથી વિડીયો તૈયાર કરી વોટ્સ અપ તથા પેન ડ્રાઈવ મારફતે જિલ્લા રમત ગમત અધિકારીની કચેરીમાં તારીખ ૧૮/૧૨/૨૦૨૦ ના રોજ બપોરે ૧૨ વાગ્યા સુધીમાં જમા કરાવ્યા હતા. ચાર વય જૂથ અને ચાર સ્પર્ધામાં કુલ ૩૦ થી વધુ એન્ટ્રીઓ આવેલ જેનું પરિણામ સ્થાનિક નિર્ણાયકો દ્વારા વિજેતા જાહેર કર્યા. જિલ્લા કક્ષાએ વિજેતા થયેલ એક થી ત્રણ નંબરના સ્પર્ધકો ની વિડિયો ક્લિપ રાજ્યકક્ષાની સ્પર્ધામાં મોકલવામાં આવશે. રાજ્યકક્ષાએ મોકલેલ વીડિયો ક્લિપ ની તજજ્ઞો દ્વારા ફરીથી પસંદગી કરવામાં આવશે તેમના દ્વારા પસંદ કરાયેલા શ્રેષ્ઠ દસ કલાકૃતિઓ ને રાજ્યકક્ષાની સ્પર્ધા માટે તારીખ 26 ડિસેમ્બર ના રોજ બોલાવવામાં આવશે જેમાં સુગમ સંગીત વડનગર, મહેસાણા લગ્ન ગીત સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદા, રાષ્ટ્રીય કંઠય સંગીત વડોદરા તથા લોક ગીત ભજન માટે જૂનાગઢ જવાનું રહેશે. આ કાર્યક્રમનું સંચાલન જિલ્લા રમતગમત અધિકારી ઇન્ચાર્જ પ્રાંત યુવા વિકાસ અધિકારી શ્રી રાહુલભાઈ એન તડવી ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું જ્યારે સરકારી માધ્યમિક શાળાના શ્રી ડી.બી. મોરે ની ટીમે નિર્ણાયક તરીકે સેવા આપી હતી.