તાપી જિલ્લાના કાકરાપાર પાવર સ્ટેશન ખાતે આપાતકાલીન પરિસ્થિતિને પહોચી વળવા માટે તૈયારીઓના ભાગરૂપે મોકડ્રીલ યોજાઈ હતી

Contact News Publisher

કાકરાપાર ખાતે ન્યુકલીયર રેડીયશેન અસરથી ૧૬ કિલોમીટરના વિસ્તારના ગ્રામ્ય વિસ્તારને  અસરગ્રસ્ત જાહેર કરાયો
(માહિતી વિભાગ દ્વારા, સુરત)  : સુરત-તાપી જિલ્લા વહીવટીતંત્રના સંયુકત ઉપક્રમે આજરોજ ન્યુકલીયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડીયા લિમીટેડ સંચાલિત કાકરાપાર પાવર સ્ટેશન ખાતે આપાતકાલીન પરિસ્થિતિને પહોચી વળવા માટે તૈયારીઓના ભાગરૂપે મોકડ્રીલ યોજાઈ હતી. જેનું જિલ્લા કલેકટરશ્રીની ડિઝાસ્ટર કચેરી દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું.

મોકડ્રીલના ભાગરૂપે પ્લાન્ટમાંથી ન્યુકલીયર રેડીયેશન લીકેજ થવા બાબતે મેસેજ મળતા તત્કાલી સંબંધિત અધિકારીઓને ઈમરજન્સી ઓપરેશન સેન્ટર સુરત ખાતે હાજર થવા ૧૧.૨૯ વાગે ફેકસ મેસેજથી જાણ કરવામાં આવી હતી. જે બાબતની જાણ થતા કલેકટરશ્રી, જિલ્લા પોલીસ અધિક્ષક, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા આરોગ્ય અધિકારી, નિવાસી અધિક કલેકટરે ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ડિઝાસ્ટર શાખા સુરત ખાતે તુરંત આવીને કલેકટરશ્રીએ કાર્યભાર સંભાળી લીધો હતો. આ પ્લાન્ટના ન્યુકલીયર રેડીયેશનની અસર આજની પવનની દિશા પ્રમાણે ૧૬ કિલોમીટરની ત્રિજયામાં આવતા ગામો જેમાં માંડવી તાલુકાના રજવાડ, વાંકલા, એલકેટી લેબર કોલોની, મોટી ચેર, રતનીયા, ખોડતળાવ, ઉચામાળા, લીમડા ગામોને મોકડ્રીલ માટે અસરગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા હતા. પોલીસ તંત્ર દ્વારા લોકોની અવરજવર બંધ કરીને પાંચ ટ્રાફિક ડાયવર્ઝન પર પોલીસ મુકવામાં આવી હતી. પરંતુ મોકડ્રીલ હોવાથી ડાયવર્ઝન કરવામાં આવ્યું ન હતું. આરોગ્ય વિભાગ દ્વારા આ ગામોના તમામ નાગરીકોને આયોડીનની ટેબલેટ વિતરણ કરવા માટેની તૈયારીઓ રાખવામાં આવી હતી. સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા જાહેરજનતાને કોઈપણ પ્રકારનીસ પ્રોડકટનો ઉપયોગ ન કરે તે અંગેની જાહેરાત કરવા અને ૨૪ કલાક અવરજવર બંધ રાખવા જરૂરી સુચનાઓ આપવામાં આવી હતી. ગેસગળતરથી અસરગ્રસ્ત લોકોને સ્થળાતર કરીને વાલોડ કોમ્યુનિટી સેન્ટર તથા પ્રાથમિક શાળા મળે તે મુજબનું આયોજન કરવામાં આવ્યું હતું અસરગ્રસ્ત વિસ્તારમાં હવાઈ સર્વેક્ષણ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ બાબતે ૧૪.૨૪ વાગે પ્લાન્ટમાંથી રેડીયેશન લીકેજ બંધ થયા અંગેનો કાકરાપાર પ્લાન્ટ વહીવટીતંત્ર તરફથી જાણ કરવામાં આવી. આર.ઈ.આર.ટી. તરફથી પરિસ્થિતિ નિયંત્રણમાં જણાતા આપત્તિ પાછી ખેચી લેવાનો આદેશ મળતા મોકડ્રીલ પૂર્ણ જાહેર કરવામાં આવી હતી.

આ ઈમરજન્સીના અભ્યાસનો મુખ્ય ઉદ્દેશ જિલ્લા વહીવટીતંત્ર તથા પ્લાન્ટના જવાબદારના સંગઠન વચ્ચે સંકલન કરી આપત્તિની પરિસ્થિતિમાં પ્રભાવિત વિસ્તારના અસરકારક કામગીરી કેવી રીતે થાય તે રહેલો છે.

મોકડ્રીલમાં સુરત જિલ્લા કલેકટરશ્રી તથા તાપી જિલ્લાના વહીવટીતંત્રએ ભાગ લઈ સફળતાપૂર્વક મોકડ્રીલ સંપન્ન કરવામાં આવી હતી. મોકડ્રીલ બાદ સમીક્ષામાં કલેકટર ડો.ધવલ પટેલે સૌને અભિનંદન પાઠવીને મોકડ્રીલમાં થયેલી ક્ષતિઓમાંથી શીખ લઈને વધુ સુદઢ પગલાઓ લઈ વધુ સારી રીતે જાન-માલનું ઓછું નુશકાન થાય તે રીતે કામગીરી કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
-૦૦-

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other