માંડવી નગરપાલિકાની સ્માર્ટ સિટીઝન યોજના દેશ તેમજ અન્ય નગરપાલિકા માટે પ્રેરણાર:ડિસેમ્બરના અંત સુધીમાં ૮૦૦૦ ગામોમાં કુલ ૫૧ સેવાઓ ઈ-સેવા સેતુના માધ્યમથી ઉપલબ્ધ કરાશે : હાલમાં ૩૫ સેવાઓ કાર્યરત : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સુરત જિલ્લાના માંડવી ખાતે માંડવી નગરપાલિકાના રૂ.૧૨.૩૦ કરોડના ખર્ચે નવનિર્મિત ‘પંડિત દીનદયાળ ઉપાધ્યાય વહીવટી ભવન અને ઓડિટોરિયમ’નું મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, તેમણે ‘સિટિઝન સ્માર્ટ કાર્ડ’ યોજનાનો ઈ-શુભારંભ કરાવ્યો હતો. સમગ્ર દેશમાં સિટિઝન સ્માર્ટ કાર્ડ યોજના શરૂ કરનાર માંડવી ‘ડ’ વર્ગની પ્રથમ નગરપાલિકાની સિદ્ધી પ્રાપ્ત કરવા બદલ અભિનંદન પાઠવતાં મુખ્યમંત્રીઆએ વર્ચ્યુઅલ માધ્યમથી જણાવ્યું હતું કે, ડિજિટલ ટેકનોલોજીના મહત્તમ ઉપયોગથી ભ્રષ્ટાચાર મુક્ત, ઝડપી અને પારદર્શક વ્યવસ્થા ઉભી કરવા સરકાર પ્રતિબદ્ધ છે. આ ડિસેમ્બરના અંત સુધીમાં ૮૦૦૦ ગામોમાં કુલ ૫૧ સેવાઓ ઈ-સેવા સેતુના માધ્યમથી ઉપલબ્ધ કરાશે, જે પૈકી હાલમાં ૩૫ સેવાઓ કાર્યરત હોવાનું જણાવતાં તેમણે નાના ગામડા અને શહેરોને ડિજિટલ માધ્યમથી જોડવામાં આવશે એમ ઉમેર્યું હતું.મુખ્યમંત્રીએ કહ્યું કે,પંડિત દીનદયાળજીની અંત્યોદયની ભાવના, માનવ સુખાકારીની કલ્પના, ‘જ્યાં માનવી ત્યાં સુવિધા’ના મંત્રને સાકાર કરવા ગુજરાત સરકાર કટિબદ્ધ છે, ત્યારે માંડવી નગરપાલિકાનું પંડિત દીનદયાળજીનું નામાભિ ધાન કરાયું એ બદલ હર્ષ વ્યક્ત કર્યો હતો. રાષ્ટ્રહિત, સમાજ કલ્યાણની ભાવના અપનાવીને પંડિત દીનદ યાળજીને સાચી શ્રદ્ધાંજલિ આપીએ એમ જણાવ્યું હતું. ગાંધીજી અને સરદારના ગુજરાતમાં સૌ કોઈને સુરક્ષા અને સલામતીનો અનુભવ થાય તે દિશામાં રાજ્ય સરકાર કાર્યરત છે, ત્યારે રાજ્ય સરકારે ભૂમાફિયા સામે કડક કાર્યવાહી માટે લેન્ડ ગ્રેબિંગ એક્ટનો અમલ શરૂ કર્યો છે. આ એક્ટ હેઠળ ૧૦થી ૧૪ વર્ષ સજાની જોગવાઇ કરાઈ છે. વિકાસશીલ ગુજરાતની સાથે ‘સુરક્ષિત અને સલામત ગુજરાત’એ રાજ્ય સરકારની નેમ હોવાનું જણાવતાં મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, રાજ્યમાં નવીન ODPS અંતર્ગત બાંધકામના નકશા પ્લાનની મંજૂરી હવે ગણતરીના કલાકોમાં ઉપલબ્ધ છે. ગુજરાતના શહેરો- ગામડાં રહેવા અને માણવાલાયક બને તેમજ હેપ્પીનેસ ઇન્ડેક્ષમાં વધારો થાય તે જરૂરી હોવાનો મત વ્યક્ત કર્યો હતો. મુખ્ય મંત્ર્રી્એ વધુમાં જણાવ્યું કે, માંડવી નગરપાલિકાની સ્માર્ટ સિટીઝન યોજના દેશ તેમજ અન્ય નગરપાલિકા માટે પ્રેરણારૂપ બનશે. માંડવી નગરના ૭૦૦૦ પરિવારો ને ડિજિટલ લોકરની સુરક્ષિત સુવિધાઓ ઉપલબ્ધ કરવાનું આયોજન બહુઉદ્દેશીય પગલું છે, જે ભવિષ્ય માં પ્રાથમિક સુવિધાઓ આપવા માટે ખૂબ મદદરૂપ થશે. આ યોજના રાજ્યને પણ ગૌરવ અપાવશે.એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.આ વેળાએ સાંસદ પ્રભુભાઈ વસાવા અને કલેક્ટર ડો.ધવલ પટેલના હસ્તે નગરના બે સિનિયર સિટિઝન વાસુદેવ જોખાકર અને કાંતિલાલ સુખડિયાને પ્રતિકરૂપે સિટીઝન સ્માર્ટ કાર્ડ અર્પણ કરીને લાભાન્વિત કરવામાં આવ્યા હતા માંડવી નો ઈતિહાસ વર્ણવતા પુસ્તકનો સાંસદશ્રી અને કલેક્ટર દ્વારા વિમોચન કરાયું હતું. માંડવી નગરપા લિકાના પ્રમુખ ડૉ. આશિષભાઈ ઉપાધ્યાયે સ્વાગત પ્રવચન કરી મહાનુભાવોને આવકાર્યા હતા.