માંગરોળ તાલુકામાં દરરોજ ૨૫૦ જેટલાં કોરોનાં ટેસ્ટ માટે સેમ્પલો લેવામાં આવે છે, જો કે પોઝીટીવ કેસોનો રેશિયો તદ્દન નહીંવત : ડોર ટૂ ડોર સર્વે આવનારી ટીમને નામ લખાવેલું હશે તો જ રસી મુકવામાં આવશે
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકામાં દરરોજ ૨૫૦ જેટલાં કોરોનાં ટેસ્ટ માટે સેમ્પલો લેવામાં આવે છે, જો કે પોઝીટીવ કેસોનો રેશિયો તદ્દન નહીંવત આવતાં આરોગ્ય વિભાગે રાહતનો દમ લીધો છે. હાલમાં માંગરોળ તાલુકાનાં ૯૨ ગામોમાં ડોર ટૂ ડોર કોરોનાની રસી મુકવા માટે સર્વેની કામગીરી ચાલી રહી છે. જે પરિવાર સર્વે માટે આવ નારી ટીમને નામ લખાવેલું હશે તો જ રસી મુકવામાં આવશે. માંગરોળ તાલુકાનાં કુલ ૯૨ ગામો છે.અને આ તમામ ગામોમાં હાલમાં કોરોનાની રસી મુકવા માટેની સર્વેની કામગીરી ચાલી રહી છે. આ ટીમને જે પરિવાર પોતાનાં નામો લખાવશે એજ લોકોને રસી મુકવામાં આવશે. જે લોકો નામ નહી લખાવશે એમને રસી મુકવામાં આવશે નહી. જેથી જે પરિવારોએ સર્વે ટીમને નામો નહીં લખાવ્યા હોય તેઓ હજુ પણ માંગરોળ તાલુકા આરોગ્ય કચેરી ખાતે નોંધાવી શકે છે. આ કામગીરીમાં ગામનાં તલાટી અને પ્રાથમિક શિક્ષકોને પણ સામેલ કરવામાં આવેલા છે. પરંતુ ચાલતી ચર્ચા મુજબ આ લોકોનો સહકાર નહીં મળતો હોવાથી સર્વેની કામગીરીમાં ટીમો ને ભારે મુશ્કેલીઓ પડી રહી છે. આ રાષ્ટ્રીય કામગીરીમાં આરોગ્ય વિભાગ, રેવન્યુ વિભાગ અને પંચાયત વિભાગને પણ સરકારે સામેલ કરેલો છે. સાથે જ સમગ્ર તાલુકાનો ગાઈડ લાઈન મુજબ એક પણ વ્યક્તિ રહી ન જાય તેની ખાસ તાકીદ કરવામાં આવી છે. પરંતુ સરપંચ, તલાટી અને પ્રાથમિક શાળાનો સ્ટાફ આરોગ્ય ટીમોને આ કામગીરીમાં સહકાર આપે તો આ કામ સરળ બની જાય એમ છે. જેથી મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી અંગત રસ લઈ આ કામગીરીમાં તલાટી અને જે પ્રાથમિક શિક્ષકોને મુકવામાં આવ્યા છે. તેઓ આરોગ્ય ટીમ સાથે રહી સહકાર આપે એ અતિ જરૂરી છે.જો કે સરપંચ અને તલાટી પણ પોતા ના ગામનાં નાગરીકોમાંથી કોનાં નામો સર્વેની યાદીમાં નોંધાયા નથી.એની યાદી બનાવી માંગરોળ તાલુકા આરોગ્ય કચેરીને મોકલી આપે ટી પણ એ નામો ઓન લાઈન ચઢાવી દેવામાં આવશે જેથી ગામનો એક પણ નાગરિક આ રસીથી વંચિત રહી ન જાય. હાલમાં આરોગ્ય ટીમો તરફથી દરરોજ માંગરોળ તાલુકામાંથી ૨૫૦ જેટલાં સેમ્પલો કોરોનાં ટેસ્ટ માટે લેવામાં આવી રહ્યા છે.