શિક્ષકોના પ્રશ્નોને હલ કરવા બદલ આભાર વ્યક્ત કરતો સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : પ્રાથમિક શિક્ષકોનાં વણ ઉકેલ્યા પ્રશ્નો હલ કરવા બદલ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે આભાર વ્યક્ત કર્યો છે.જેમાં રાજ્યનાં વન વિભાગનાં સિનિયર કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવા, મંત્રી ઈશ્વરભાઈ પરમાર , સાંસદ પ્રભુભાઈ વસાવા, ભાજપનાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ તથા સુરત જિલ્લાના ધારાસભ્યોએ ગુજરાત રાજ્યનાં પ્રાથમિક શિક્ષકોના પ્રશ્નો અંગે સરકારમાં અસરકારક રજુઆત કરવા બદલ જિલ્લા સંઘે આભાર વ્યક્ત કર્યો છે. જેમાં સળંગ સીનિયોરિટી CCC અંગે, ૪૨૦૦ ગ્રેડ પે અને એચ.ટાટ આર. આર. અંગે આ ચૂંટાયેલા પ્રતિનિધિ ઓએ સરકારમાં રજુઆત કરી હતી.જેનાં પગલે ૪૨૦૦ ગ્રે-પેડ નો પ્રશ્ન હલ થઈ ગયો છે. સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના તમામ હોદ્દેદારો અને જિલ્લાના તમામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના તમામ હોદેદારો આ પ્રશ્નો સરકાર કક્ષાએ પહોંચાડી જે કામગીરી કરી છે.ત્યારે સમગ્ર જિલ્લાના શિક્ષકો વતી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલ, મહામંત્રી અરવિંદભાઈ ચૌધરી અને તમામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના તમામ હોદ્દેદારો ઉપરોક્ત તમામનો લેખિતમાં આભારપત્ર પાઠવી આભાર વ્યક્ત કર્યો છે.