રાજ્ય સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા યુવાનોને પ્રોત્સાહન
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) તા.૧૧ઃ રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર દ્વારા રાજ્ય સરકાર દ્વારા યુવાઓના પ્રોત્સાહન માટે ગુજરાત રાજ્ય યુથ એવોર્ડ આપવાનું નક્કી કરેલ છે. જે અંતર્ગત ૧૫ થી ૨૯ વર્ષની વયજૂથ માં આવતા ગુજરાતનાં મુળ વતની હોય તેવા યુવાઓએ કે જેમણે ઓછામાં ઓછા પાંચ વર્ષ સમાજ સેવા અને રાષ્ટ્ર નિર્માણક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરેલ હોય જેવી કે સ્વચ્છ ભારત અભિયાન, જળ બચાઓ અભિયાન, પ્રદુષણ નિયંત્રણ, વૃક્ષારોપણ, બાળ પોષણ અભિયાન, રાજ્ય તેમજ સમાજ સેવા અંગેના બીજા ફલેગશીપ કાર્યક્રમોમાં બિરદાવી શકાય તેવા ઉત્તમ કાર્ય કરેલ હોય તેવા યુવાનોએ ગુજરાત રાજ્ય યુથ એવોર્ડ માટે અરજી કરી શકે છે.
અરજદારે પોતાના બાયોડેટા સાથે ઉત્કૃષ્ઠ કામગીરી અંગેના પુરાવા તથા તે અંગેનાં ફોટોગ્રાફ તારીખ ૧૯/૧૨/૨૦૨૦ સુધીમાં જિલ્લા રમતગમત અધિકારી / જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની કચેરી (જિલ્લા સેવા સદન બ્લોક નં,૬ પ્રથમાળ પાનવાડી,વ્યારા જિ.તાપી )ખાતે કચેરી સમય દરમ્યાન રૂબરૂ અરજી આપવાની રહેશે. વધુ માહિતી માટે સ્થાનિક જીલ્લા રમતગમત અધિકારીની કચેરીનો કચેરી સમય દરમ્યાન સંપર્ક કરવા જિલ્લા યુવા વિકાસ અધિકારી,વ્યારા-તાપીની અખબારી યાદીમાં જણાવાયું છે.
૦૦૦૦૦૦