આદિવાસી સર્વાંગી વિકાસ સંઘ નિઝર દ્વારા વિવિધ માંગો સાથે મામલતદાર નિઝરને આવેદન સોંપ્યુ
(મુકેશ પાડવી દ્વારા,વેલ્દા-નિઝર) : આજ તા. ૧૦/૧૨/૨૦૨૦ના રોજ આદિવાસી સર્વાંગી વિકાસ સંઘ નિઝર દ્વારા નિઝર મામલતદાર મારફતે રાષ્ટ્રીય અધિકારી આયોગ નઈ દિલ્લી અને ગુજરાત માનવ અધિકાર પંચ કર્મયોગી ભવન ગાંધીનગરને આવેદનપત્ર આપીને વિવિધ માંગો કરવામાં આવેલ છે.
મહારાષ્ટ્રના ભીમા કોરેગાંવ કેસમાં જેલમાં મોકલેલા તમામ લોકોને તાત્કાલિક ધોરણે જેલમાંથી મુક્ત કરવા બાબતે નિઝર આદિવાસી સર્વાંગી વિકાસ સંઘ નિઝર દ્વારા નિઝર મામલતદાર મારફેત રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ નવી દિલ્લી અને ગુજરાત માનવ અધિકાર પંચ કર્મયોગી ભવન ગાંધીનગરને આવેદનપત્ર આપવવામાં આવ્યું હતું. આ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, NA દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ ૧૯૬૭ (યુએપીએ) મહારાષ્ટ્રના ભીમા કોરેગાંવ કેસમાં માનવ અધિકાર કાર્યકરો, શિક્ષકો, કવિઓ, વકીલો અને ટ્રેડ યુનિયનના નેતાઓ કે જેઓ ગરીબ, દલિતો, મહિલાઓ અને આદિવાસીઓના હક્કો માટે કામ કરતા હતા. તેમની પણ ધડપકડ કરી તેમની ઉપર ગંભીર ગુનો મૂકી ખોટા કેસ દાખલ કરવામાં આવેલ છે. ભીમા કોરેગાંવ કેસમાં હિંસાના મુખ્ય ગુનેગારો સંભાજી ભીડે અને મિલિન્દ એકબોટે આઝાદ ફરી રહયા છે. જેમના કેસમાં તપાસ બંધ કરી છે. જે ન્યાય વિરુદ્ધ કામ થયું છે. ભીમા કોરેગાંવ રાખખાણોમાં ખોટા આરોપો મૂકી ને ૧૬ લોકોને જેલમાં પુરવામાં આવ્યા છે. તેમને મુક્ત કરવામાં આવે. યુએપીએ કાનૂન રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ ૧૯૮૦ જે નાગરિકોના મૂળભૂત માનવ અધિકારનું ઉલ્લાઘન કરતો કાયદો છે. આ કાયદાને તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે અને ભારત સરકાર દ્વારા ખેડૂતોનો નુકસાન થાય તેવા ત્રણ કાયદાઓ તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે. જેમ કે માર્કટીંગ યાર્ડ કાયદો, આવશ્યક ચીજ વસ્તુ ધારો કાયદો, ફામિર્ગ એકટ કાયદો રદ કરવામાં આવે. જો આ કાયદોઓ રદ ના કરવામાં આવે તો આદિવાસી સર્વાંગી વિકાસ સંઘ નિઝર દ્વારા દિલ્લીની બોર્ડર પર ચાલી રહેલ ખેડૂત આંદોલનને સમર્થન આપીશું. એવી ચિમકી સાથે આદિવાસી સર્વાંગી વિકાસ સંઘ નિઝર દ્વારા માંગો કરવામાં આવી છે.