તાપી : માનવ અધિકાર દિન નિમિત્તે આદિવાસી સર્વાંગી વિકાસ સંઘ ઉચ્છલ દ્વારા મામલતદારને આવેદનપત્ર સોંપાયું
(મુકેશ પાડવી દ્વારા,વેલ્દા-નિઝર) : આજેે તા. ૧૦/૧૨/૨૦૨૦ના રોજ માનવ અધિકાર દિન નિમિત્તે આદિવાસી સર્વાંગી વિકાસ સંઘ ઉચ્છલ દ્વારા ભારત દેશના દરેક નાગરિકને પોત પોતાનો માનવ અધિકાર તથા ભારતીય બંધારણના મુળભુત અધિકાર મળે અને દરેક વ્યક્તિ સ્વમાન ભેર જીવન જીવી શકે તે હેતુથી આજ રોજ ઉચ્છલ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આ આવેદન પત્રમાં ૬ મુદ્દાઓ અંગે માંગ કરવામાં આવી છે. (૧) ગુજરાત રાજ્યના તમામ દિવ્યાંગ /વિકલાંગને મળતા પેંશનમાં વધારો કરવામાં આવે. (૨) રાજ્યના તમામ પુખ્ય વયના દિવ્યાંગ/વિકલાંગને પ્રધાનમઁત્રી આવાસ યોજના આપવામાં આવે. (૩) રાજ્યના તમામ દિવ્યાંગ તથા વિકલાંગને ૫૦%થી વધારે ખોડ ખાંપણના વ્યક્તિને B.P.L. સ્કોર વગર યોજના આપવામાં આવે.(૪) રાજ્યના તમામ વિકલાંને સ્કૂટરની યોજનાનો લાભો આપવામાં આવે. (૫) ઉચ્છલ તાલુકામાં આત્મનિર્ભર શ્રમયોગી યોજના માટે મામલતદારનો દાખલો માંગવામાં આવે છે તે બંધ કરી તલાટીનો જાતિનો દાખલો અમલીકરણ કરવામાં આવે. (૬) ઉચ્છલ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બાબરઘાટ, કરોડ, ચિતપુર તથા ઉચ્છલમાં નિયુક્ત વિસ્તારના ગામોને સમાવેશ કરવામાં આવે અને એના સાથે સાથે ઉંમરના દાખલા તથા આરોગ્ય માટે પુરી સુવિધા આપવામાં આવે. એવી માંગો સાથે આજે ઉચ્છલ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું.