તાપી : ગુજરાત ફોરેસ્ટ ગાર્ડની ભરતી પ્રક્રિયા વહેલી તકે પૂર્ણ કરવા માંગ કરતું આવેદન પત્ર અપાયું
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગુજરાત ફોરેસ્ટ ગાર્ડની ભરતી બહાર પડયા ૨ વર્ષ થયા છતાં ભરતી પૂર્ણ થયેલ નથી આ ભરતી વહેલી તકે પૂર્ણ કરવા માંગ કરતું આવેદન પત્ર આજરોજ જાગૃત યુવાનો દ્વારા તાપી કલેક્ટરને સોંપાયું હતું.
આજરોજ જાગૃત યુવાનો દ્વારા તાપી જીલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી નીચે મુજબની માંગ કરી હતી. તારીખ ૧૪/૧૧/૨૦૧૮ના રોજ ફોરેસ્ટ ગાર્ડ ભરતી માટેની જાહેરાત ક્રમાંક FOREST / ૨૦૧૮૧૯ / ૧ સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ હતી. અને પરીક્ષાની તારીખ પણ જાહેર કરી દેવામાં આવેલ હતી. પરંતુ કોઈ કારણોસર ભરતી તારીખ ૧૦/૧૨/૨૦૧૮ ના રોજ મોકૂફ રાખવામાં આવેલ છે. અમે બે વખત લેખિતમાં મુખ્યમંત્રીશ્રી અને ગણપત વસાવા સાહેબ તથા અરથ ભવનમાં રજૂઆત કરી છે છતાં પણ કોઈ કાર્યવાહી થયેલ નથી. તારીખ ૧૧/૧૦/૨૦૧૯ સુધીમાં અચૂક પણે ભરતી ને સંપુર્ણ રીતે પૂરી કરવાનો અહેવાલ પણ આવ્યો હતો છતા આજ સુધી ભરતી પૂર્ણ ની બાબત તો બહુ દૂર ની વાત છે હજુ સુધી પરિક્ષાની તારીખ આપવામાં આવી નથી. તેના કારણે હજારો લાખો ઉમેદવારો લેખિત અને ગ્રાઉન્ડ ની તેયારી કરી રહેલા ઉમેદવારોની સામે કોઈ લક્ષ્ય ના હોવાથી પરિક્ષાની તારીખ ના આપવાથી તેઓનું મનોબળ તૂટી રહ્યું છે. તેથી ઉમેદવારોને સાચી દિશા મળી રહે અને ભરતી વહેલી તકે પૂર્ણ થાય તેવી માંગ સરકાર શ્રી ને કરીએ છીએ.