તાપી : ડોસવાડા જીઆઇડીસીમાં વેદાંતા ઝીંક પ્રોજેક્ટ રદ કરવાની માંગ સાથે આદિવાસી પંચ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર અપાયું
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : બે માસ પહેલા ગુજરાત સરકાર અને વેદાંતા ગ્રુપ વચ્ચે એક MoU કરવામાં આવ્યું હતું. આ MoU પ્રમાણે તાપી જિલ્લાના ડોસવાડા (સોનગઢ) ખાતે ઝીંક – લીડ – સિલ્વર – સ્મેલ્ટર જમીન સંપાદિત કરવામાં આવશે.તે સિવાય આ પ્રોજેક્ટ માટે મોટા પાયે જગલોનું પણ નુકસાન થવાની ભીતિ છે. જ્યારથી આ પ્રોજેક્ટની માહિતી બહાર આવી છે ત્યારથી જ તેને લઈને વિરોધના સુર પણ ઉઠી રહ્યા છે. ત્યારે આદિવાસી પંચ દ્વારા પણ પોતાનો વિરોધ આવેદનપત્ર આપીને વ્યક્ત કર્યો હતો.
વેદાંતા કંપની દુનિયામાં પર્યાવરણ ને બગાડવામાં નામચીન છે 3 કરતા વધારે દેશો માં આ કંપની બ્લેકલીસ્ટેડ કરવામાં આવી છે. હાલમાં જ ભારતમાં તામિલનાડુ રાજ્યમાં પર્યાવરણ ને નુકશાન કરે છે એ માટે ત્યાં કંપની બંધ કરી દેવામાં આવી છે.
આ આવેદન માદ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ પ્રોજેક્ટ જે વિસ્તરમાં આવી રહ્યો છે તે વિસ્તાર સંવિધાન પ્રમાણે અનુસૂચિ 5 તેમજ 244 (1) અંતર્ગત આવે છે. આ પ્રોજેક્ટ થકી આ વિસ્તારમાં રહેતા લોકોના સંવિધાનિક હકોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. આ કંપનીને ત્રણ જેટલા દેશોએ બ્લેકલિસ્ટ જાહેર કરી છે,તેમ છતાં ગુજરાત સરકાર કેમ તેને મંજૂરી આપી ? તેઓ દ્વારા વધુમાં કહેવામાં આવ્યું કે સરકાર દ્વારા દાવો કરવામાં આવે છે કે આ પ્રોજેક્ટ થકી સ્થાનિક લોકોને રોજગારીનો અવસર પેદા થશે. પરંતુ ભૂતકાળનાં અનેક દાખલાઓ છે જેમાં સ્થાનિક લોકોને આમ કહીને જ જમીન પડાવી લેવામાં આવી અને ત્યારબાદ સ્થાનિક લોકોને નિરાશા જ હાથ આવી હતી. કેવડિયા ખાતે જે મોટા મોટા પ્રોજેક્ટ નાખવામાં આવ્યા છે ત્યાં પણ સ્થાનિક આદિવાસીઓને ટોપલો લઈને પણ ઉભા રહેવા નથી દેતા તે તેનું જાગતું ઉદાહરણ છે. ત્યારે આ વેદાંતા કંપની એ રદ કરવાની.માગ કરાઇ