ડાંગ ઈએમટી 108 ટીમે મહિલાને અસહ્ય પીડા ઉપડતા એમ્બ્યુલન્સમાં સફળ પ્રસુતિ
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : ડાંગ જિલ્લાના બોરપાડા ગામની સગર્ભા મહિલાને આકસ્મીક અસહ્ય પીડા ઉપડતાં સમયસૂચકતા વાપરી 108ની ટીમે એમ્બ્યુલન્સ માં સફળતા પૂર્વક ડિલિવરી કરાવતા માતા અને બાળકને નવજીવન આપ્યુ હતું.
ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં આવેલ બોરપાડા ગામની મહિલા કાંજલબેન રૂસ્વીકભાઈ ગાવીત ને પ્રસૂતિની પીડા ઉપડતા ઈએમટી 108 ને ફોન કરવામાં આવ્યો હતો. જેથી નજીકી સેન્ટર 108 મહુવાસ ટીમને કેસ મળ્યો હતો, જેથી મહુવાસ ઈએમટી એમ્બ્યુલન્સ તાત્કાલિક બોરપાડા ગામે દર્દીને ઘરે પહોંચી નજીક હોસ્પિટલમાં લઈ જવા રવાના થતાં અર્ધ માર્ગે સગર્ભા મહિલાને અસહ્ય પીડા ઉપડતાં 108 ની ટીમના ગણેશભાઈ ગાવીત અને પાયલોટ વિમલ પટેલ ને પ્રસુતિ કરાવાની ફરજ પડી હતી તેમજ ગર્ભમાં રહેલ બાળકના ગળામાં કોડ વિટળાયેલ હોય કપરી પરિસ્થિતિ હોવા છતાં હિંમત હાર્યા વગર 108 એમ્બ્યુલન્સ માં સફળતાપૂર્વક ડિલેવરી કરાવતા સગર્ભા મહિલા એ તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો હતો. ઈએમટી 108 ની ટીમની સફળ કામગીરીને મહિલાના પરિવાર જનો સહિત ઈએમટી 108 ડાંગના સુપરવાઈઝર દિનેશ ઉપાધ્યા એ સફળ કામગીરીને બિરદાવી હતી.