માંગરોળનાં કોસંબા-તરસાડીમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની 64મી પૂર્ણયતિથિ નિમિત્તે શ્રધ્ધાજલિ કાર્યક્રમ યોજાયો
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : ડૉ. બાબા સાહેબ આંબેડકરનાં 64 માં પરિનિર્વાણ દિવસની ઉજવણી માંગરોળ તાલુકાનાં કોસંબા-તરસાડી ખાતે કરવામાં આવી છે. પ્રથમ ડો બાબા સાહેબ આંબેડકર નગરમાં બાબા સાહેબ આંબેડકરને પુષ્પમાલા કાંતિલાલ એન પરમાર જગદીશભાઈ પરમાર તથા અશોકભાઈ પરમાર તથા સમાજ નાં આગેવાનોએ અર્પણ કરી બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ કોસંબા-તરસાડી ખાતે ડો બાબા સાહેબ આંબેડકર ચોક પાસે ડો બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર પહેરાવીને વંદન કરવામાં આવ્યું હતું. જેમાં કોસંબાનાં અનુસૂચિત જાતિ આગેવાન અને રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા તકરાર નિવારણ પરિષદ ભારતનાં રાષ્ટ્રીય અધ્યક્ષ કાંતિલાલ એન પરમાર, હેમંત ભાઈ પટેલ તથા કિસાનભાઈ સોલંકીએ ડૉ બાબા સાહેબ આંબેડકર ફાઉન્ડેશનનાં પ્રમુખ, અરવિંદભાઈ કટારીયા મુકેશભાઈ પરમાર, મુસ્લીમ સમાજના આગેવાન હનીફભાઈ હાસલોદ તેમજ ડો બાબા સાહેબ આંબેડકરને માનનાર વર્ગ ભીમસેનિકૉ હાજર રહ્યા હતા અને બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ કુંવરદા મુકામે પહોંચી ડૉ બાબા સાહેબ આંબેડકર સંવિધાન ભવન માં ડૉ બાબા સાહેબ આંબેડકરનાં ફોટાને પુષ્પમાલા અર્પણ કરી હતી અને બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.