માંગરોળ તાલુકાનાં સાવા ચોકડી ખાતે હાઇવે પર કારમાં રાત્રી દરમિયાન આગ ભભૂકી ઉઠતાં કાર બળીને ખાખ, મુસાફરોનો બચાવ

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  માંગરોળ તાલુકાનાં સાવા ચોકડી ખાતે હાઇવે પર કારમાં રાત્રી દરમિયાન આગ ભભૂકી ઉઠતાં કાર બળીને ખાખ થઈ જવા પામી છે, જ્યારે કારમાં સવાર મુસાફરોનો બચાવ થવા પામ્યો છે. ઘટનાં સ્થળેથી મળેલી માહિતી મુજબ ગત રાત્રી દરમિયાન માંગરોળ તાલુકામાંથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૪૮ ઉપર સાવા ગામની સીમમાં એક કારમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી. જેને પગલે એક તબક્કે હાઇવે ઉપરનો વાહન વ્યવહાર પણ થોડી વાર માટે બંધ થઈ ગયો હતો. જો કે કારમાં આગ લાગતાં કારમાં સવાર તમામ મુસાફરોનો બચાવ થવા પામ્યો હતો. જો કે આખે આખી કાર બળીને ખાખ થઈ જવા પામી છે. આ વિસ્તાર કોસંબા પોલીસ મથકનાં વિસ્તારમાં આવતો હોય કોસંબા પોલીસ તથા તરસાડી ફાયર ટીમને આ બનાવની જાણ કરાતાં પોલીસ અને ફાયર ટીમ ઘટનાં સ્થળે પોહચી ગઈ હતી. અને ફાયર ટીમે આગને કાબૂમાં લીધી હતી.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other