માંગરોળ તાલુકાના વાંકલ ગામે ટોટીગ લીમડાનું ઝાડ તૂટી પડતાં એક મકાન અને રીક્ષાને થયેલું નુકશાન

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  માંગરોળ તાલુકાના વાંકલ ગામે ટોટીગ લીમડાનું ઝાડ તૂટી પડતાં એક મકાન અને રીક્ષાને ભારે નુકશાન થવા પામ્યું છે. સાથે જ DGVCL ની વીજ લાઈનનાં રેસા પણ તૂટી ગયા છે.આજે આ ઝાડ તૂટી પડવાનો બનાવ બન્યો હતો. જેને પગલે ઝાડ નીચે ઉભેલી રીક્ષા અને નજીકમાં આવેલા ગીરીશભાઈ સુમનભાઈ મહેતાના મકાનને નુકશાન થવા પામ્યું છે. સાથે જ અહીંથી પસાર થતી વીજ લાઈનનાં રેસા પણ તૂટી ગયા છે. આ વિસ્તારનાં રહીશોનું કહેવું છે કે અગાઉ માંગરોળ, DGVCL કચેરીનાં સ્ટાફને તથા ગ્રામ પંચાયતને પણ આ પ્રશ્ને રજુઆત કરવામાં આવી હતી. છતાં કોઈ નક્કર કામગીરી કરવામાં ન આવતાં આજે આ ઘટનાં બનવા પામી હતી. ગ્રામ પંચાયત તાકીદે જે પણ જોખમરૂપ છે એને તાત્કાલિક ધોરણે દૂર કરે એવી આ વિસ્તારના લોકોની માંગ છે. આ વિસ્તારમાં મોટુ અંબાજી માતાનું મંદિર પણ આવેલું છે. અને સરકાર માન્ય સસ્તા અનાજની દુકાન પણ આવેલી છે. આજની આ ઘટનામાં જો કે કોઈ જાનહાની થવા પામી નથી. પરંતુ રીક્ષા અને મકાનને નુકશાન થવા પામ્યું છે. કોઈ મોટી દુર્ઘટના બને એ પહેલાં ગ્રામ પંચાયતના વહીવટકર્તાઓ જે જોખમરૂપ છે. એને દૂર કરાવે એવી માંગ આ વિસ્તારનાં રહીશોએ કરી છે.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other