માંગરોળ તાલુકાની મોસાલી બજારમાં પેવરબ્લોકનું કામ અધુરૂં મૂકી બંધ કરી દેવામાં આવતાં, સરપંચે તાલુકા પંચાયતના પ્રમુખને લેખિતમાં કરેલી રજુઆત
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકાનાં મોસાલી ગામે આવેલી મુખ્ય બજારમાં માર્ગની બંન્ને તરફ દુકાનો આવેલી છે. આજ થી અંદાજે ચાર માસ અગાઉ આ બજારના માર્ગથી દુકાનો સુધી બંન્ને બાજુઓ ઉપર પેવરબ્લોક નાખવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું.પરંતુ આ કામ અધુરૂં મૂકી છેલ્લા એક માસથી બંધ કરી દેવામાં આવતા અન્ય વેપારીઓ અને ગ્રામજનોમાં નિરાશા વ્યાપી છે.આ પ્રશ્ને તપાસ કરતાં જાણવા મળ્યું કે પેવરબ્લોકનાં કામ માટે જેટલી રકમ ફાળવવામાં આવી હતી.એટલી રકમનું કામ કરી કામ બંધ કરી દેવામાં આવ્યું છે.જેથી મોસા લી ગ્રામ પંચાયતના મહિલા સરપંચ લલીબેન વસાવા આ પ્રશ્ને માંગરોળ તાલુકા પંચાયતના પ્રમુખ જગદીશ ભાઈ ગામીતને એક પત્ર પાઠવી મોસાલી બજારનું અધુરૂં રહેલું પેવરબ્લોકનું કામ પુરૂ કરી આપવા નમ્ર અરજ કરી છે.માંગરોળ તાલુકાનું મુખ્ય મથક મોસાલી ગણાય છે.વળી તાલુકા કક્ષાની તમામ કચેરીઓ પર જવા માટે આ બજારમાંથી પસાર થવું પડે છે.ત્યારે આ અધૂરા રહેલાં બજારના ભાગ ઉપર પેવરબ્લોકનું કામ કરી આપવામાં આવે એવી માંગ કરવામાં આવી છે.