ડાંગ જિલ્લાના ચીખલી સબ સેન્ટરના ચીખલી મહારાઈચોંડ, બોરીગાંવઠા, ગામે આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાયું
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : ડાંગ જિલ્લાના ચીખલી સબ સેન્ટરના ચીખલી મહારાઈચોંડ, બોરીગાંવઠા, ગામના ૧૧ થી ૧૯ વર્ષના કિશોર તેમજ કિશોરીઓને આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું.
ચીખલી સબ સેન્ટર ના ચીખલી મહારાઈચોંડ, બોરીગાંવઠા, ગામ ના ૧૧ થી ૧૯ વર્ષના કિશોર તેમજ કિશોરીઓને વૈધા ત્રિગુણા વાડુ, આયુર્વેદિક મેડિકલ ઓફિસર દ્વારા હાલમાં ચાલતી કોવિડ ૧૯ અંગે ની સમજ આપી હતી જેમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ જળવાઈ રહે તે માટે આયુર્વેદિક ગાઈડ લાઈન મુજબ ચવનપ્રાસ નું સેવન, ઉકાળાનું સેવન તેમજ સંશમની વટી લેવાના મહત્વ વિશે સમજ આપી દૈનિક યોગ તેમજ પ્રાણાયામ કરવાના લાભ સમજાવવામાં આવ્યા હતા તેમજ દરેક કિશોર-કિશોરીઓને આયુર્વેદિક ઉકાળા (ભારંગ્યાદી ક્વાથ) તેમજ સંશમની વટી નું વિતરણ કરવામાં આવ્યું હતું