તાપી જિલ્લા ખેડૂત સમાજ દ્વારા કૃષિ સબંધિત કાયદા બાબતે મામલતદારને આવેદનપત્ર અપાયું
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : દેશની કેન્દ્ર સરકાર દ્વારા હાલ માં કૃષિ સબંધિત ત્રણ કાયદાઓ બનાવવામાં આવ્યા છે, જેનો હાલ સમગ્ર દેશમાં ખેડૂત સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો. જેના વિરોધમાં અને કાયદા રદ કરવાની માંગ સાથે આજ રોજ તા.૦૪/૧૨/૨૦૨૦ તાપી જિલ્લા ખેડુત સમાજના પ્રમુખ ઇશ્વરભાઈ ગામીત તથા તાપી જિલ્લાના ખેડુતો દ્વારા આવશ્યક વસ્તુ ઘારા -૧૯૫૫માં સંશોઘન કાયદો -૨૦૨૦ કૃષિ તથા કૃષિ ઉપજ અને વાણિજ્ય વ્યાપાર કાયદો અને મૂલ્યો ઉપર કૃષિ સેવા કાયદા -૨૦૨૦ તે કાયદાઓને રદ કરવા વ્યારા મામલતદારને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી.