સુરત જિલ્લાના પ્રાથમિક જિલ્લાશિક્ષણાધિકારીના વડપણ હેઠળ માંગરોળ અને ઉમરપાડા તાલુકા સહિત સુરત જિલ્લાના પ્રાથમિક શિક્ષકોનો કેમ્પ શાંતિ રીતે સંપન્ન થયો

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સુરત જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિ સંચાલિત માંગરોળ અને ઉમરપાડા તાલુકા સહિત જિલ્લા ભરનાં પ્રાથમિક શાળાઓના પ્રાથમિક શિક્ષકોનો સરકારની સુચના તથા માર્ગદર્શન અને પરિપત્ર મુજબ, વધ થતાં શિક્ષકોના બદલી કેમ્પ તારીખ ૨,૩ અને ૪ ડિસેમ્બર દરમિયાન કામરેજના લસકાણા અને BRC ભવન કામરેજ ખાતે સંતોષકારક રીતે સંપન્ન થયો છે. ચુસ્ત નિયમો પરિપત્રના ડાયરામાં રહી અત્યંત કુનેહ પૂર્વક ડો. દિપક આર. દરજી દ્વારા કોઈપણ પ્રકારના વાદવિવાદ વિના કેમ્પ સંપન્ન કરાયા છે.શિક્ષકો મોટી તાણ અનુભવી રહ્યા હતા.પરંતુ અત્યંત પારદર્શિતાથી જિલ્લા પ્રાથમિક શિક્ષક અને ઘટક સંઘોની સાથે સંક લન કરી કિરીટભાઈ પટેલ અને સંગઠનના પ્રમુખ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ઓની દેખરેખ અને પરિવારિક ભાવના થકી કેમ્પો સંપન્ન થતા જિલ્લાના પ્રાથમિક શિક્ષકોમાં સંતોષની લાગણી જોવા મળી હતી. જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિની ટીમે રાત દિવસ મહેનત કરી સિનિયોરિટી તૈયાર કરી હતી. કોઈ પણ શિક્ષકને અન્યાય નહી થાય તેનો બારીકાઈ થી ડો દિપક આર. દરજી અને કિરીટભાઇ પટેલે આયોજન કર્યું હતું આ કેમ્પમાં જિલ્લાની કુલ ૨૭૭ વધ હતી જેમાં ૧ થી ૫ ના ૧૪૫ શિક્ષકોને ઉપલબ્ધ મહેકમ અનુસાર તેમના તાલુકામાં સમાવાયા છે.જ્યારે ઓવર સેટ અપની મર્યાદાના કારણે ૪૬ શિક્ષકો અન્ય તાલુકામાં શાળાઓ પસંદ કરવી પડી હતી.જ્યારે ૮૬ શિક્ષકોને હાલમાં ભાષા અને સામાજિક વિજ્ઞાનની જગ્યા ઉપર ઉપલબ્ધ જગ્યાઓ સામે તમામ જગ્યાઓ બોર્ડ પર મૂકી સરકારના શિક્ષણ વિભાગના નિયમ અનુસાર જગ્યા ઓ પસંદ કરવામાં આવી હતી. ૬ થી ૮ ની પણ વિદ્યાર્થીઓના પ્રમાણમાં મળવાપાત્ર જગ્યા સામે વિષય શિક્ષકની વધ થતાં આવા ૩૬ શિક્ષકો શાળા પસંદ કરી બદલી કરવામાં આવી છે. આમ કુલ ૨૭૭ શિક્ષકોની બદલીના કેમ્પ ખૂબ જ સૌજન્યપૂર્ણ સંપન્ન થતા શિક્ષકોએ રાહત અનુભવી હતી. જિલ્લા સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલનો સમગ્ર જિલ્લામાંથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. કેમ્પમા અરવિંદભાઈ ચૌધરી, વિશ્વજીતભાઈ ચૌધરી, મોહનસિંહ ખેર, વગેરે હાજર રહ્યાં હતા.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other