શિક્ષણ વિભાગ તરફથી તાલુકા મથક માંગરોળ ખાતે ,મહિલાઓ સરકારની યોજનાઓનો લાભ લઇ શકે એ માટે માહિતી કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) :ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ તરફથી મહિલા સામખ્ય, સુરત સંચાલિત માહિતી કેન્દ્ર, માંગરોળ, મામલતદાર કચેરી ખાતે શરૂ કરવામાં આવ્યું છે. આ કેન્દ્ર દર સોમવારે અને ગુરૂવારે, સવારે ૧૧ વાગ્યાથી સાંજે ૪ વાગ્યા સુધી ખુલ્લું રહેશે. સરકાર તરફથી મહિલાઓનાં વિકાસ માટે અનેક યોજનાઓ અમલમાં મુકેલી છે. પરંતુ આ યોજનાની જાણકારી મહિલાઓને મળતી નથી. જેને લઈ મહિલા ઓ સરકાર તરફથી અમલમાં મૂકવામાં આવેલી યોજ નાઓનો પૂરેપૂરો લાભ લઇ શકતી નથી. ખાસ કરી માંગરોળ તાલુકામાં બહુજન વસ્તી આદિવાસીઓની છે. ખાસ કરી મહિલાઓમાં શિક્ષણનું પ્રમાણ પણ નહીં વત હોય, સરકારની યોજનાઓનો લાભ લઇ શકતી નથી.મહિલાઓ સરકારની વિવિધ વિકાસલક્ષી યોજનાઓનો લાભ લઇ પગભર થઈ શકે એ માટે ઉપરોક્ત કેન્દ્ર, તાલુકા મથક માંગરોળ ખાતે ઉપરોક્ત કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. જ્યાં મહિલાઓને સરકાર ની વિકાસલક્ષી યોજનાઓની માહિતી આપી, મહિલા ઓ લાભ લેવા માંગતી હોય તો આ કેન્દ્ર ખાતે અરજી સાથે માંગવામાં આવેલા કાગળો આપવાથી, ફોર્મ પણ ભરી આપવામાં આવશે. માંગરોળ તાલુકાની મહિલા ઓને સરકારની વિવિધ વિકાસલક્ષી યોજનાઓનો લાભ લેવો હોય તો આ કેન્દ્રનો દર સોમવારે અને ગુરૂવારે સંપર્ક કરવાથી વધુ માહિતી કે જાણકારી મળી શકશે.