તાપી: નિઝરનાં વ્યાવલનાં ખેતરમાંથી કપાસની ચોરી કરી ભાગેલા પાંચ આરોપીઓ નાકાબંદી દરમ્યાન નંદુરબાર પોલીસનાં હાથે ઝડપાયા
(મુકેશ પાડવી દ્વારા, નિઝર) : તાપી જીલ્લાનાં નિઝર તાલુકામા આવેલ વ્યાવલ ગામે ખેતરમાંથી વિણેલા કપાસની ચોરી કરી ભાગી છુટેલા પાંચ આરોપીઓને નંદુરબાર પોલીસે નાકાબંદિ દરમ્યાન ચોરીનાં મુદ્દામાલ સાથે પકડી લીધા હતાં, કપાસ ચોરી અંગે નિઝર પોલીસે ગુનો નોંધી આરોપીઓનો કબ્જો લેવા સહિત આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નિઝર પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ, તાપી જીલ્લાનાં નિઝર તાલુકામાં આવેલ વ્યાવલ ગામની સીમમાં આવેલ મંગેશભાઇ તુકારામ પટેલ અને ચુનીલાલભાઇનાં ખેતરો આવેલ છે જ્યા ગત તા. 2જી ડિસેમ્બરનાં રોજ દિવસ દરમ્યાન મજુરો પાસે કપાસનાં પાકમાંથી કપાસ વિણાવી એક જ ખેતરમાં મૂકી દઈ સાંજે જતાં રહ્યાં હતાં ત્યારબાદ આ કપાસની ચોરી થઈ ગઈ હોવાનું સવારે માલુમ પડ્યું હતું. જે વિણેલ કપાસ માંથી મંગેશભાઇ તુકારમ પટેલનો આશરે ત્રણેક ક્વીન્ટલ જેટલો કપાસ આશરે કિંમત રૂપિયા ૧૫,૦૦૦/ – (અંકે રૂપિયા પંદર હજાર) જેટલો તથા ચુનીલાલભાઇનો આશરે અઢી ક્વીન્ટલ જેટલો આશરે કિંમત રૂપિયા ૧૨,૦૦૦/ – (અંકે રૂપિયા બાર હજાર) જેટલો મળી કુલ્લે આશરે સાડા પાંચેક ક્વીટલ કેટલો કુલ્લે કિંમત રૂપિયા ૧૭,૦૦૦/ – (અંકે સત્તર હજાર પુરા) નો કપાસ ( ૧ ) યુવરાજ સુભાષ વળવી ( ૨ ) કાશીનથ જયસિંગ ઠાકરે ( ૩ ) રવિન્દ્ર બયસિંગ ઠાકરે ( ૪ ) દિનેશ રમણ ગુંજાડે ( ૫ ) પ્રકાશ કાગડા પાડવી તમામ રહે , મોડ તા.તલોદ જિ . નંદુરબાર એકબીજાની મદદગારી કરી ચોરી કરી નાશી ગયા હતા આ પાંચ આરોપીઓને નંદુરબાર પોલીસે નાકાબંદી દરમ્યાન ઝડપી લીધા હતાં.
ચોરીની આ ઘટના અંગે નિઝર પોલીસે ગુનાની નોંધ કરી નંદુરબાર તાલુકા પોલીસ સ્ટેશનેથી આરોપીઓને લાવવાની તજવીજ હાથ ધરી છે. આ ગુનાની વધુ તપાસ નિઝર પોલીસ સ્ટેશનનાં ASI ગણપતભાઇ રૂપસિંહ કરી રહ્યા છે.