તાપી : જાગૃત આદિવાસી યુવાનો દ્વારા ખરસી ગામે 66 કેવી સબ સ્ટેશનનો હુકમ તાત્કાલિક રદ કરવા તાપી કલેક્ટરને આવેદન પત્ર સોંપી માંગ કરાઈ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લાનાં સોનગઢ તાલુકામાં આવેલ ખરસી ગામનાં જાગૃત આદિવાસી યુવાનો દ્વારા તાપી જીલ્લાના કલેકટરને આવેદન પત્ર આપી ખરસી ગામે 66 કેવી સબ સ્ટેશનનો હુકમ તાત્કાલિક રદ કરવા માંગ કરી છે.
જાગૃત આદિવાસી યુવાનો દ્વારા અપાયેલ આવેદન પત્રમાં નીચે મુજબ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગામ – ખરસી, તા – સોનગઢ, જિ – તાપી. ખાતે આવતું 66 કેવી સબ સ્ટેશન હુકમ બાબતે તા 20/10/2019 ના રોજ આવેદન પત્ર આપી જાણ કરવામાં આવી હતી. સદર કામગીરી બાબતે તા -26 / 10 / 2018 તેમજ તા 20/10/2019 ની ગ્રામસભામાં 66 કેવી સબસ્ટેશન સ્થાપવાના પ્રસ્તાવને ગામના લોકો દ્વારા સર્વાનુમતે નામંજૂર કરવામાં આવેલ હતું. તેમ છતાં જેટકો કંપનીનાં કર્મચારી / અધિકારી દ્વારા એનકેન પ્રકારે ખોટી દલીલો રજૂ કરી લોકોમાં પોલીસનો ડર / ભય બતાવી જમીન હડપવાનું કામ કંપની દ્વારા થઇ રહ્યું છે. તેમજ ગુજરાત રાજ્ય સરકારશ્રીના ગેઝેટ તા -17 / 01 / 2017 ના સેન્સન -23 મુજબ કોઈપણ જમીનનું સંપાદન કરતા પહેલા ગ્રામસભા પાસેથી સલાહ કે સહમતી લેવું જરૂરી હોય છે. તેમજ કોઈપણ બાબત પારદર્શકતા સાથે જમીન સંપાદન રેહાબીલીટી સેટલમેંટ કાયદો -2013 કરવાનું હોય છે. પરંતુ ગ્રામસભાને અને ગ્રામ પંચાયત સમિતિને અંધારામાં રાખી કામગીરીની તજવીજ ચાલી રહી છે. તેમજ ગુજરાત સરકારશ્રીના ગેઝેટ -2017 સેક્સન -5 ( I ) મુજબ ગામના લોકોની આસ્થા વેલ્યુસને ધ્યાનમાં રાખીને કરવાનું હોય છે. ગામમાં જે જમીન સંમપાદન કરવાની તજવીજ છે તે જગ્યાએ બાળ સ્મસાન તેમજ આદિવાસીઓના આસ્થાનું સ્થાન ( ઠાનકું ) આવેલ છે. જેનો પણ અનાદર કરી નિયમનું ખુલ્લેઆમ ભંગ થઈ રહ્યું છે . જે ગામના લોકો માટે ઘણી ચિંતાજનક તેમજ લાગણીને ઠેસ પહોંચાડનારુ છે . વધુમાં જણાવવાનું કે તા – 23 / 10 / 2020 મહેસુલ વિભાગ સચિવાલય ગાંધીનગરનો પત્ર ક્રમાંક – જસત 2018-2015 – ઘ ના પત્રમાં શિડયુલ વિસ્તારમાં જમીન સંપાદન કરતી વખતે નિયત નિયમ અનુસાર ચુસ્તપણે અમલવારી કરાવવાની સંપૂર્ણ જવાબદારી જમીનસંપાદન અધિકારીને આપવામાં આવી છે જેથી, સદ ર બાબતે આપ સાહેશ્રીને ધ્યાન દોરી નિયત પૈસા એક્ટ કાયદા અનુસાર ખોટી રીતે ચાલતી કામગીરી સ્થગિત કરવા આપ સાહેબશ્રીને જણાવવામાં આવે છે. તેમજ આપની કચેરીના પત્રક્રમાંક : એમએજી / વીજ અધિનિયમ / સુનાવણી / વશી / ૧૦૦૯-૧ ૨/૨૦૨૦ , તા 28/01/2020 અનુસાર જે ખેડૂતોને ખેતોરોમાંથી વીજ રેસાની ટાવરલાઈન ઊભી કરવાની હોય જે બાબતે પણ ખેડૂતો વતી તા -18 / 02 / 2020 રોજ કલેક્ટર સાહેબશ્રીની હાજરીમાં જેટકો કંપનીના કર્મચારી / અધિકારીની સામે માંગણીને નામંજૂર કરેલ તેમ છતાં તા -01 / 12 / 2020 ના રોજથી ફરી કંપનીના કર્મચારીઓ દ્વારા માનનીય કલેક્ટરશ્રીનો તા 28/05/2019 ના હુકમને ખોટી રીતે હાથો બનાવી જમીન હડપવાનું કામ થઈ રહ્યું છે. જેથી આ સર્વ ઘટના બાબતે આપ સાહેબશ્રી મધ્યસ્થ બની જેકો ના કર્મચારી / અધિકારીઓના રૂબરૂમાં નિરાકરણ લાવી તાત્કાલિક અસરથી કામગીરી સ્થગિત કરવા આપ સાહેબશ્રીને અરજ . વધુમાં સદર બાબત બિનકાયદે સર અને ખોટી રીતે જમીન હડપવાનું થઈ રહ્યું છે જેમાં પોલીસ પ્રોટેક્સન આપવામાં આવી રહ્યું છે, શું તે ઉચ્ચિત છે ? તેમજ પોલીસ દ્વારા ખોટી રીતે મધ્યસ્થી કરી લોકોમાં ખોટો ડર / ભય પેદા કરવામાં આવી રહ્યો છે. તેવા કર્મચારીઓ સામે યોગ્ય પગલાં લઈ સત્તાનો દુરૂપયોગ ન થાય તેની તકેદારી રાખવાની આપ સાહેબશ્રીને જાગૃત નાગરિક દ્વારા અમો ન્યાયિક નિવારણ ઈચ્છિએ છે.