ડાંગ ભીલીસ્થાન ટાઇગર સેના દ્વારા વઘઇ તાલુકાના કોસીમદા ગામે શહીદ તારાબેન દિવસની ઉજવણી કરી પુષ્પાંજલિ અર્પણ કરાઈ
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : ડાંગ ભીલીસ્થાન ટાઇગર સેના દ્વારા વઘઇ તાલુકાના કોસીમદા ગામે શહીદ તારાબેન દિવસની ઉજવણી કરી પુષ્પાજલિ અર્પણ કરી હતી.
ડાંગ જિલ્લમાં જળ, જંગલ અને જમીન માટે લડત ચલાવનાર તારાબેન ગંગારામ ભાઈ પવારને 20/11/1991 ના દિવસે ફોરેસ્ટ ખાતા દ્વારા ગોળી મારી હત્યાં કરવામાં આવી હતી. જળ, જંગલ, જમીન પર અધિકારની લડતમાં શહીદ થયેલ તારાબેન પવારની યાદમાં દર વર્ષે BTS દ્વારા 20મી નવેમ્બરના રોજ તારાબેન શહીદ દિવસ તરીકે ઉજવણી કરે છે. તારાબેન ની શહીદીના કારણે ડાંગમાં અને સમગ્ર ગુજરાતમાં લોકોને જંગલ જમીન મળવા લાગી છે અને થોડા અંશે બાકી રહેલા લોકોને આવનાર દિવસોમાં મળી રહેશે. શુક્રવારે ડાંગ ભીલીસ્થાન ટાઇગર સેના BTS ના જિલ્લા પ્રમુખ રાકેશભાઈ પવાર સહીત BTS ના હોદેદારો દ્વારા પુષ્પાજંલી અર્પણ કરવામાં આવી.