માંગરોળ તાલુકાનાં ૧૮૬ મતદાન બુથો ઉપર રવિવારથી મતદારયાદી સુધારણા કાર્યક્રમનો થનારો પ્રારંભ : BLO અને સેક્ટર ઑફિસરોની મળેલી બેઠક
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : આગામી તારીખ તારીખ ૨૨ મી નવેમ્બરથી મતદા રયાદી સુધારણા કાર્યક્રમ શરૂ થનાર છે.માંગરોળ તાલુકાનાં ૧૮૬ મતદાન બુથો ઉપર આ કામગીરી ૨૨,૨૯ મી નવેમ્બર અને તારીખ ૬,૧૩ ડિસેમ્બર આમ કુલ ચાર રવિવાર આ કામગીરી ચાલશે.આ અંગે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવા માટે તમામ બ્લો અને ૧૭ જેટલા સેક્ટર ઑફિસરોની એક બેઠક માંગ રોળ, તાલુકા પંચાયતના સભાખડમાં, મતદારયાદી સુધારણા વિભાગનાં નાયબ મામલતદાર પાયલબેન કથારીયાના અધ્યક્ષસ્થાને મળી હતી.જેમાં મતદા રયાદી સુધારણાની કામગીરી કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે.એ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.મતદાનબુથો ઉપર ચાર રવિવાર દરમિયાન મતદારયાદીમા નામ નોંધાવવું,નામ કમી કરવું,નામમાં સુધારો કરાવવો વગેરે કામગીરી કરી આપવામાં આવશે.આ કામગીરી માટે ૧૮૬ BLO અને એમની કામગીરી ઉપર નિરીક્ષણ માટે ૧૭ સેકટર ઑફિ સરોની નિમણુંક કરવામાં આવી છે. આ તમામને કામવગીરી માટેની સ્ટેશનરી આપી દેવામાં આવી છે.સાથે જ હાલમાં કોરોનાં મહામારીનો સમય ચાલી રહ્યો હોય દરેક BLO ને આરોગ્ય કિટસ પણ આપવા માં આવી છે.સેનેતાઇઝર અને હાથ મોજા પણ આપવામાં આવ્યા છે. બુથો ઉપર સોશિયલ ડિસ્ટરન્સ ની તકેદારી રાખવા પણ BLO ને સૂચના આપવામાં આવી છે.જ્યારે માસ્ટર ટ્રેનર તરીકે માંગરોળ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મોહનસિંહ ખેરની નિમણુંક કરવામાં આવી છે.