જમીયતે ઉલમા એ હિંદનાં રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના અરસદ મદનીએ ગુજરાત રાજ્ય જમીયતે ઉલમાએ હિંદની તેર સદસ્યોની એડહોક કમીટીની કરેલી જાહેરાત
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : જમીયતે ઉલમા એ હિંદનાં રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના અરસદ મદનીએ ગુજરાત રાજ્ય જમીયતે ઉલમાએ હિંદની તેર સદસ્યોની એડહોક કમીટીની જાહેરાત કરી છે.જેમાં રાજયમના નીચેનાં સદસ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે.આ જાહેરાત લેટરપેડ ઉપર નામો લખીને કરવામાં આવી છે.જેમાં મૌલાના શેખ લુહા રવી,મુફ્તી અબ્દુલ કેયુમ,મુફતી મોહમદ સારોદી, મુફ્તી હનીફ હુશેન જાડા, મૌલાના ઇસ્માઇલ અસમાલજી (કઠોર),મૌલાના મોહમદ ઉવેશ વાંકાનેરી(ભરૂચ), મૌલાના ઉસ્માન અહમદ (રાંદેર),સાદીક પટેલ (બરોડા),એડવોકેટ સોહેલ એસ નૂર (મોસાલી), અશરફ શેરી (સિધ્ધપુર), મૌલાના જમીર અહમદ કુરેશી (ભાવનગર),સુલેમાન કાદીર શેખ (એહમદાબાદ) હાજી ઇસ્માઇલ દીનદાર (ખોલવડ) નો સમાવેશ થાય છે.તારીખ ૨૯ મી ઓક્ટો બર-૨૦૨૦ થી છ માસ માટે આ કમીટી અમલમાં રહેશે.આ એડહોક કમીટી જમી યતે ઉલમા એ હિંદ ગુજરાતની ફેરરચના સહિતની કામગરી અને અન્ય કામગીરી માટે યોગ્ય સૂચન અહે વાલ તૈયાર કરશે.અત્રે યાદ આપવું જરૂરી છે કે જમીય તે ઉલમાએ હિંદનાં કેટલાંક હોદેદારો અને સદસ્યો ઉપર કેટલાંક આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે.જે પાયા વિહોણા હોવાનું જાણવા મળ્યું છે.