માંગરોળના લવેટ ગામે દીપડાએ વાછરડી પર હુમલો કરતાં ગ્રામજનોમાં વ્યાપેલો ભય
Contact News Publisher
(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના લવેટ ગામ ખાતે પારસી ફળિયામાં રહેતા ભરતભાઈ પુનાભાઈ ચૌધરીને ત્યાં ઘરની પાછળના ભાગમાં બાંધેલી બે વર્ષની વાછરડી પર ગઈકાલે રાત્રે ૧૦:૩૦ની આજુબાજુ દીપડાએ હુમલો કર્યો હતો. બે વર્ષની વાછરડીને ગળાના ભાગે પકડી લેતા વાછરડી લોહીલુહાણ થઈ ગઈ હતી અને સાથે બાંધેલા અન્ય પશુઓનો ફફડાટ સાંભળી ઘરના સભ્યો જાગી ગયા હતા તેઓ ત્યાં દોડી આવ્યા હતા અને બૂમાબૂમ કરતા દીપડો વાછરડીને છોડીને નાસી છુટ્યો હતો.
આ અગાઉ પણ આ જ ગામમાં થોડા દિવસો પહેલાં દીપડાએ બળદને ફાડી ખાધું હતું ત્યારે પશુઓ પર થતાં હુમલાને લઈને પશુપાલકો તેમજ ગ્રામજનોમાં ભય ફેલાયો છે. આ ઘટનાની જાણ વનવિભાગને કરાતાં દીપડાને પકડવા માટે પાંજરૂ મુકવામાં આવ્યું છે.
