મોસાલી ચોકડી થી કોસંબા જતાં રાજ્ય ધોરીમાર્ગ ઉપર પડેલાં વિચિત્ર પ્રકારનાં ખાડા : મોટર સાયકલ ચાલકો પરેશાન
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકાનાં મોસાલી ચારરસ્તા થી કોસંબા જતાં રાજ્ય ધોરીમાર્ગ ઉપર વિચિત્ર પ્રકારનાં ખાડાઓ પડતાં મોટરસાયકલ ચાલકો હેરાન પરેશાન થઈ જવા પામ્યા છે. મોસાલી ચોકડીથી કોસંબા સુધી કુલ ૨૩ કિલોમીટર નું અંતર આવેલું છે. આ રાજ્ય ધોરીમાર્ગ તાલુકા મથક માંગરોળ અને ઉમરપાડાને રેલવે જંકશન કોસંબા તથા રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૪૮ ને જોડતો મુખ્ય માર્ગ છે. આ માર્ગ ઉપર ઠેર ઠેર જગ્યાઓ ઉપર વિચિત્ર પ્રકારના ખાડાઓ પડતાં ખાસ કરી રાત્રીનાં સમયે મોટરસાયકલ ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. જ્યારે અન્ય વાહનોને ખાડાઓને પગલે નુકશાન થઈ રહ્યું છે. આ માર્ગ સતત ૨૪ કલાક વાહનોથી ધમ ધમી રહ્યો છે. સાથે જ કોસંબા, ખરચ, પાનોલી વગેરે સ્થળોએ આવેલી ફેક્ટરીઓમાં નોકરી કરવા માટે જાય છે. ત્યારે માર્ગ અને મકાન વિભાગનાં અધિકારીઓ તાકીદે આ માર્ગ ઉપર પડેલાં ખાડાઓનું રીપેરીંગ કામ હાથ ધરે એવી માંગ વાહન ચાલકો તથા આ માર્ગ ઉપર આવેલા કોસાડી, કનવાડા, સીમોદરા, લીબાડા, આસ રમા, વેલાછા વગેરે ગામોની પ્રજાએ માંગ કરી છે.