ગોવા થી બરોડા આઇસર ટેમ્પામાં લઈ જવાતો 27 લાખનો વિદેશી દારુ વાંકા ચાર રસ્તેથી ઝડપાયો : એક ઝબ્બે : બે ભાગેડુ જાહેર

પ્રતિકાત્મક તસ્વીર

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સુરત ઓપરેશન ગૃપ દ્વારા નિઝરનાં વાંકા ચાર રસ્તા ઉપરથી ટેમ્પામાં લઈ જવાતો વિદેશી દારુના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો દારુ ભરાવનાર અને મંગાવનાર બંનેને વોન્ટેડ જાહેર કરાયા છે.

નિઝર પોલીસ મથકેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ, તાપી જીલ્લાના નિઝર તાલુકાનાં વાંકા ચાર રસ્તા ઉપરથી તા. 16મી નાં રોજ રાત્રે 11:30 કલાકે ઓપરેશન ગૃપ સુરત વિભાગની ટીમે આઈસર ટેમ્પો નંબર GJ – 06 – AZ – 7831 માં ગોવાથી ગેરકાયદેસરનો ભારતીય બનાવટનો વિદેશી દારુ વિસ્કી તથા ટીન બિયર ૪૩૧ – પુઠાના બોક્ષમાં કુલ બોટલો નંગ -૬૨૬૪ જેની કિ.રૂ. ૨૭,૧૪,૪૦૦ / -નો બરોડા ખાતે વહન કરી લઈ જતો હોય તથા આઈસર ટેમ્પો જેની આશરે કિ.રૂ. ૧૦,૦૦૦,૦૦ / – તથા મોબાઈલ ફોન નંગ -૨ જેની કિ.રૂ. ૫૫૦૦ / મળી કુલ્લે કી. રૂ. ૩૭,૧૯,૪૦૦ ના મુદ્દામાલ સાથે અલતાફભાઇ અબ્દુલભાઇ કાલખેરી ઉ.વ. ૨૨ રહે.લોક્કોપન હક્કાલ.વિધ્યાનગર જે.આર.ડી ક્રોસ્સ હુબલી કર્નાટકને ઝડપી લીધો હતો. તેમજ આ પ્રોહી. જથ્થો ભરાવનાર ગોવા દાદાપીરનો ઇસમ અને આ જથ્થો મંગાવનાર બરોડાનાં અશોક મારવાડીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

જે અંગે ઓપરેશન ગૃપ સુરત વિભાગમાં ફરજ બજાવતા પો.કો. દસરથભાઇ બાપાભાઇની ફરિયાદ આધારે નિઝર પોલીસ મથકે ગુનાની નોંધ કરાઈ છે. આ ગુનાની વધુ તપાસ નિઝર પોલીસ સ્ટેશનનાં પી.એસ.આઈ.શ્રી એન.ઝેડ ભોયા કરી રહ્યા છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other