તાપી એલસીબીએ માંડળ ટોલ નાકાથી રૂ 1,45,750ના મુદ્દામાલ સાથે વિદેશી દારૂ ભરેલ ઈકો ગાડી સાથે એકને ઝડપી પાડયો જ્યારે એક વોન્ટેડ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લા એલસીબીએ મહારાષ્ટ્રથી વિદેશી દારૂ સુરત તરફ લઇ જવાની બાતમીના આધારે માંડલ ટોલનાકેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો.
તાપી એલસીબીને બાતમી મળી હતી કે, મહારાષ્ટ્રથી ગાડીના બોનેટની અંદર સંતાડી સુરત તરફ વિદેશી દારૂ લઇ જવાઈ રહ્યો છે. જે બાતમીના આધારે તાપી જીલ્લા એલસીબીએ વાહન ચેકિંગ દરમિયાન સામેથી આવતી એમ. એચ. 14 CX 3860 બાતમીવાળ ઇકો ગાડીને થોભાવી ને તપાસ કરતા બોનેટની અંદર સંતાડી સુરત લઇ જવાતો વિવિદ્ય બ્રન્ટનો વિદેશી દારૂ સાથે કાર ચાલક પાંડુરંગ પાટીલને ઝાડપી પાડ્યો હતો. પોલીસે વિદેશી દારુની નાની મોટી કુલ નંગ 743 તેમજ ઈકો ગાડી મળી કુલ રૂ. 1,45,750/- નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. જયારે પ્રોહી. મુદ્દામાલ આપનાર જયદિપ (જેના પુરા નામ ઠામની ખબર નથી) ને વોન્ટેડ જાહેર કરાયો હોવાની ફરીયાદ એલ.સી.બી.મા ફરજ બજાવતા પો. કો. દિપક સેવજીની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.