પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરતના હજીરાથી ભાવનગરના ઘોઘા વચ્ચે રો-પેક્સ ફેરી સેવાનો વર્ચ્યુઅલ શુભારંભ કરાવશે

Contact News Publisher

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવિયા હજીરા ખાતે ઉપસ્થિત રહેશે

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આવતીકાલ તારીખ ૮ નવેમ્બરે સુરતના હજીરા પોર્ટ ખાતે સવારે ૧૧.૦૦ વાગે હજીરા થી ભાવનગરના ઘોઘા બંદર માટે રો-પેક્સ ફેરી સેવાનો શુભારંભ કરાવશે અને નવનિર્મિત રો-રો ટર્મિનલ પોર્ટનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી તથા કેન્દ્રીય શીપીંગ રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) મનસુખ માંડ વીયા, રાજયના મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ ઉપ સ્થિત રહેશે. વર્ષોથી સુરતમાં વસતા સૌરાષ્ટ્ર માટે આ ફેરી સેવા પ્રધાનમંત્રી તરફથી દિવાળીની ભેટ સાબિત થશે. સૌરાષ્ટ્રના લાખો લોકો વર્ષોથી ધંધાર્થે સુરત સ્થાયી થયા છે. જો કે પોતાના મૂળ વ્યવસાય ખેતી અને માદરે વતનને કયારેય ભૂલી શક્યા નથી. સારા-નરસા પ્રસંગોએ સુરતથી સૌરાષ્ટ્ર જવા માટે ૧૦ થી ૧૨ કલાકની માર્ગ મુસાફરી કરવી પડે છે. રો-પેક્સ સેવાને કારણે આ મુસાફરી માત્ર ૪ કલાકની થઇ જશે. વળી, લોકો પોતાની સાથે મોટર સાઈકલ કે કાર પણ ગામડે લઇ જઈ શકશે, જે પહેલા સંભવ નહોતું અથવા તો ખર્ચાળ અને સમય માંગી લેનારું હતું. આમ આ સેવા સૌરાષ્ટ્ર લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. રો-પેક્સ સર્વિસ દિવસમાં ત્રણ રાઉન્ડ ટ્રીપ કરશે. જે મુજબ વર્ષમાં અંદાજે ૫ લાખ મુસાફરો, ૮૦ હજાર પેસેન્જર વાહનો, ૫૦ હજાર ટુ-વ્હીલર અને ૩૦ હજાર ટ્રકની અવર જવર શક્ય બનશે. ઘોઘા-હજીરા વચ્ચેનું માર્ગ અંતર લગભગ ૩૭૦ કિમી છે જે ઘટીને સમુદ્ર રસ્તે માત્ર ૯૦ કિમી જેટલું રહેશે. જેને કારણે ઇંધણની મોટી બચત થશે. રો-પેક્સ ફેરી સેવાથી પ્રતિ દિવસ અંદાજે ૯૦૦૦ લીટર ઇંધણની બચત થશે. જેનાથી કાર્બન ડાયોક્સાઈડ ઉત્સર્જનમાં મોટો ઘટાડો કરી શકાશે. એક અંદાજ મુજબ, પ્રતિ દિવસ ૩ ટ્રીપ પ્રમાણે, પ્રતિ દિન ૨૪ એમટીકાર્બન ઉત્સર્જન ઓછું કરી શકાશે. રો-પેક્સ સેવાથી સુરત-સૌરાષ્ટ્ર વચ્ચે અવરજવર ઓછી ખર્ચાળ અને સુગમ બનશે. જેથી સુરતના ધંધા-ઉદ્યોગોનો લાભ, સૌરાષ્ટ્રને મળતા સૌરાષ્ટ્રના જીલ્લાઓ આર્થિક રીતે મજબૂત બનશે તથા ધંધા-રોજગારીની નવી તકો ઉભી થશે. રો-પેક્સને કારણે સૌરાષ્ટ્રના પ્રવાસન સ્થળોએ પહોચવું સરળ બનતા પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે. સૌરાષ્ટ્રના લઘુ ઉદ્યોગો દ્વારા તૈયાર કરાતો માર્ગ ઝડપી અને સસ્તા ભાવે સુરત અને ત્યાંથી મુંબઈ જેવા મોટા શહેરોમાં પહોચાડી શકાશે જેથી સૌરાષ્ટ્રને રો-પેક્સ થકી એક મોટું બજાર મળશે. આમ, રો-પેક્સ સેવા એ માત્ર પરિવહન સેવા ન બની રહેતા સૌરાષ્ટ્ર અને સુરતના લોકો માટે સમૃદ્ધિની ચાવી સાબિત થશે. રો-પેક્સ વેસેલ વિષે થયેલી માહિતી મુજબ વોયાજ સિમ્ફની કંપની સંચાલન કરશેે, કેપીસીટી ૩૦ ટ્રક (૫૦ મેટ્રિક ટનવજન સહીત ૧00 પેસેન્જર કાર, ૫૦૦ પેસેન્જર+ ૩૪ શીપ ક્રૂ સગવડ કેમ્બે લોન્જ (૧૪ વ્યક્તિ) બિઝનેસ ક્લાસ (૭૮ વ્યક્તિ) એક્ઝીક્યુટીવ(૩૧૬ વ્યક્તિ ઈકોનોમી (૯૨ વ્યક્તિ) ફૂડ કોર્ટ ૨, લાઈફ રાફ્ટ ૨૨ નંગ (ક્ષમતા ૨૫ વ્યક્તિ) મરીન ઇવેક્યુએશન ડીવાઈસ (જે તમામ મુસાફરોને ૨૫ મીનીટમાં બહાર કાઢી લેવાની ક્ષમતા ધરાવે છે).

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *