રાષ્ટ્રીય કામધેનુ આયોગ પ્રેરિત “કામધેનુ દિપાવલી ’’ અભિયાનનો તાપી જિલ્લામાં શુભારંભ કરાયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૬ ઓક્ટોબર ૨૦૨૦ તાપી જિલ્લાના કલેકટરશ્રી આર. જે. હાલાણી સાહેબને ગાયનાં ગોબરથી બનેલ ગોમય દીવાઓ આપી રાષ્ટ્રીય કામધેનુ આયોગ પ્રેરિત “કામધેનુ દિપાવલી ’’ અભિયાનનો તાપી જિલ્લામાં શુભારંભ કરવામાં આવ્યો છે.
આ અભિયાનનો હેતુ આત્મનિર્ભર ભારત બને, ખેડૂતો-પશુપાલકો, ગૌશાળાઓ આત્મનિર્ભર બને, મહિલાઓ ઘર બેઠા ગોમય દિવડાઓ બનાવી રોજગારી પ્રાપ્ત કરી શકે અને ભારતભરમાં ગોમય દીવાઓથી સકારાત્મક ઉર્જા ફેલાય તે માટે રાષ્ટ્રીય કામધેનુ આયોગના અધ્યક્ષ ડો. વલ્લભભાઈ કથિરીયા સાહેબે સમગ્ર ભારતમાં 11 કરોડ પરિવારમાં દીવાઓ પહોચે એ માટે કામધેનુ દિપાવલી નું અભિયાન છેલ્લા 2 મહિનાથી ચાલે છે એના ભાગ રૂપે “ગીર” ફાઉંડેશન ગાધીનગરના એન. જી. સી. કાર્યક્રમ હેઠળ તાપી જિલ્લા સંકલનકાર શ્રી યોગેશભાઈ પટેલ અને ગુરુકૃપા સેવામાય ટ્રસ્ટ વ્યારાના સહયોગ થી તાપી જીલ્લામાં પણ આજરોજથી કામધેનુ દિપાવલી અભિયાન રાષ્ટ્રીય કામધેનુ આયોગના અધ્યક્ષ ડૉ. વલ્લભભાઇ કથીરિયા સાહેબના માર્ગદશન હેઠળ સરુ કરવામાં આવ્યું છે. આ અભિયાનમાં સંસ્થા 51 હજાર દીવાઓ ગો પ્રેમીઓને વિનામુલ્યે આપવાનું પણ આયોજન કરેલ છે