સુરત ગ્રામ્ય વિસ્તારના હાજીઓ માટે હજ માટે ફોર્મ ભરવાની કીમ ચારરસ્તા ખાતે વ્યવસ્થા કરાઈ
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : હજ કમિટી ઓફ ઇન્ડિયા દ્વારા ગત બે દિવસ અગાઉ હજ માટે ઓનલાઇન અરજી કરવાની જાહેરાત કરી હતી અને તારીખ ૭ નાં શનિવારે બપોરે હજ – ૨૦૨૧ માટેની ગાઈડલાઈન જાહેર કર્યા બાદ હજ ઓનલાઈન ફોર્મ સ્વીકારવાની કામગીરી હાથ ધરાઇ હતી, કોરોના વાઈરસની મહામારીથી ૨૦૨૦ ની હજ યાત્રા ભારતના હાજીઓ માટે કેન્સલ કરાઈ હતી. જયારે હાજીઓ ૨૦૨૧ ની રાહ જોઈ રહ્યા હતા, અને નવી સાઉદી હજ પોલિસી સાથે સંકળાયેલા નિયમ મુજબ હજ કમિટી ઓફ ઇન્ડિયાએ પણ ચાલુ વર્ષે હજ પ્રોગ્રામ જાહેર કર્યો છે,કોવિડ પ્રોટોકોલ મુજબ હજ ઓનલાઈન અરજી સ્વીકારવાની કામગીરી કરવામાં આવશે, હજ કમિટી મારફતે હજ માટે જવા ઈચ્છતા લોકોએ તા.૭ નવેમ્બર ૨૦૨૦ થી તા.૧૦ ડીસેમ્બર ૨૦૨૦ સુધી ઓનલાઈન અરજી કરી શકશે, ફોર્મ ભરવામાં લોકોને તકલીફ નહી પડે જેથી દરેક જિલ્લામાં હજ ખાદીમો તમામ કામગીરી નિ:શુલ્ક કરશે, સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના લોકોએ શહેર સુધી દોડવું નહિ, પડે તેથી સુરત ગ્રામ્યમાં કીમચાર રસ્તા ખાતે ફીરદોશ શોપીગ સેન્ટરમાં હાફેજી કુતબુ દ્દીનની ઓફીસ ખાતે વિના મૂલીયે તમામ ઓન લાઈન કામગીરી કરી આપવામાં આવશે.સાથે હજઅંગેની માહિતી પણ આપવામાં આવશે,હજ ૨૦૨૧ના ફોર્મ ભરવા માટે ઓરીજનલ પાસપોર્ટ, પાસપોર્ટ સાઈઝનો ફોટો, બેંક પાસબુક, બ્લડગ્રુપ સાથે લાવવાના રહેશે.