નિઝરના ડાબરી આંબા ફળિયાના રહીશો રસ્તો હોવા છતા પણ સ્વેચ્છાએ સ્મશાનગૃહમાં જવા ટુંકો રસ્તો અપનાવે છે
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) : તાપી જિલ્લાના નિઝરના ડાબરી આંબા ફળિયા ના રહીશોએ સ્મશાને પંહોચવા માટે નદીના પાંચ થી છ ફૂટ ઉંડા પાણીમાં ઉતરીને ઠાઠડી સાથે નદી ઓળંગી હોવા બાબતે જુદા જુદા અખબારોમાં પ્રસિધ્ધ થયેલ અહેવાલ અંગે જિલ્લા કલેકટરશ્રી આર.જે. હાલાણી દ્વારા તપાસ કરાવવામાં આવતા જાણવા મળ્યું હતું કે ડાબરીઆંબા ફળિયાના યુવાનનું બિમારીથી અચાનક મૃત્યુ થતા ફળિયાના રહીશો દ્વારા પંચાયત દ્વારા બનાવવામાં આવેલ રસ્તાને બદલે નદીમાં પાણી હોવા છતાં સ્વેચ્છાએ ટુંકો રસ્તો અપનાવી સ્મશાન યાત્રા કાઢીને લઇ જવામાં આવી હોવાનું જણાયેલ છે.
ઉલ્લેખનીય છે કે, માર્ગ અને મકાન (પંચાયત) વિભાગના જણાવ્યા મુજબ આ ફળિયાથી સ્મશાન સુધી જવા માટેનું અંતર ૧.૫૨ કિ.મી થાય છે. જ્યારે નદીમાંથી સીધા સ્મશાન સુધીનું અંતર ૭૭૬.૨૦ મીટર જેટલુ થાય છે. મોટેભાગે ગ્રામજનો દ્વારા રોજીંદી અવર-જવર માટે પંચાયત દ્વારા બનાવવામાં આવેલ રસ્તાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. પરંતુ ઉપરોક્ત બનાવ બાબતે ગ્રામજનોએ સ્વેચ્છાએ ટુંકો રસ્તો પસંદ કર્યો છે. વિશેષમાં નિઝરના સરપંચશ્રીને પુછતા તેઓ એ પણ જણાવેલ છે કે, નિઝર ગામે કુલ ૫ જેટલા સ્મશાનગૃહોનું નિર્માણ કરવામાં આવેલ છે. અને આ તમામ સ્મશાનગૃહો સુધી પહોંચવા માર્ગ અને મકાન વિભાગ દ્વારા રસ્તાઓ બનાવવામાં આવેલા છે. પરંતુ સબંધિતો દ્વારા પાણીમાં થઈને પસાર થતો રસ્તો ટુંકો હોવાથી તે પસંદ કરેલ છે.
૦૦૦૦
અન્ય માર્ગની સગવડ હોય તેમ છતાં જો ગ્રામજનો દ્વારા ટૂંકા રાસ્તાંનો ઉપયોગ કરી પોતાનું તેમજ અન્યને માટે જીવનું જોખમ ઉભું કરતાં હોય તો વહિવટી તંત્ર દ્વારા આવા લોકો ઉપર કોઇ પગલાં કેમ નથી ભરવામાં આવ્યા તે પણ એક પ્રશ્ન છે ?