વ્યારા ખાતે સહકાર ભારતીની બેઠક મળી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા)  : વિના સંસ્કાર નહિ સહકાર,  સહકાર ભારતી તાપી જિલ્લા ઉપક્રમે વ્યારા વાલોડ સોનગઢ અને ઉચ્છલ તાલુકાના પ્રમુખ કાર્યકર્તાઓની બેઠક ખેડુત ભવન માર્કેટયાર્ડ વ્યારા ખાતે યોજવામાં આવી.

બિનરાજકીય બિન સરકારી સાર્વજનિક બહુ આયામી સંગઠન અને વિના સંસ્કાર, નહિ સહકાર જેનો ધ્યેયમંત્ર છે તે સંગઠનની બેઠક દક્ષિણ ગુજરાત સહકાર ભારતી કન્વીનર શ્રી જયંતીભાઈ કેવટ તથા સુમુલ ડેરીના માજી એમડી ડોક્ટર પીઆર પાંડે ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી.

આ બેઠકમાં સહકાર ભારતી સુરત જિલ્લાના અધ્યક્ષ શ્રી પ્રવીણભાઈ ટેલર, સુરત જિલ્લા સહકાર ભારતી સંગઠન પ્રમુખ દીપકભાઈ દેસાઈ, તાપી જિલ્લા સહકાર ભારતી અધ્યક્ષ શ્રી મણીલાલભાઈ પટેલ, વિગેરે સહકારી આગેવાનો ની ઉપસ્થિતિમાં યોજવામાં આવી.

આ બેઠકમાં એપીએમસી વ્યારાના પ્રમુખશ્રી પ્રવીણભાઈ ગામીત ઉપપ્રમુખ શ્રી જીતેન્દ્રભાઈ ઉપાધ્યાય તેમજ વ્યારા, સોનગઢ, વાલોડ, નિઝર, ડોલવણ, તાલુકાના સહકારી આગેવાનો હાજર રહ્યા હતા.

આ બેઠકમાં સ્વાગત પ્રવચન શ્રી પ્રવીણભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું, તેમજ શ્રી ડોક્ટર પાંડે તથા જયંતીભાઈ કેવટ દ્વારા માર્ગદર્શન પુરું પાડ્યું હતું, સમગ્ર બેઠકનું સંચાલન શ્રી.કુલીન પ્રધાનનાઓદ્વારા કરવામાં આવ્યું હતું.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other