કિસાન સર્વોદય યોજનામાં અતિપછાત એવા માંગરોળ, ઉમરપાડા, માંડવી અને વાલીયા તાલુકાનો સમાવેશ કરવાની માંગ સાથે માંગરોળના મામલતદારને અપાયેલું આવેદનપત્ર

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  તાજેતરમાં ગુજરાત સરકાર તરફથી રાજ્યના કેટલાક વિસ્તારો માટે કિસાન સર્વોદય યોજના અમલમાં મૂકી છે. આ યોજનામાં જે વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. એ વિસ્તારોના જે ખેડૂતોએ ખેતીવિષયક જોડાણો લીધા છે. એ તમામ ખેડૂતોને દિવસ દરમિયાન ખેતીનાં કામ માટે આંઠ કલાક વીજપુરવઠો આપવામાં આવશે.ત્યારે આ યોજનામાં અતિપછાત એવા માંગરોળ, ઉમરપાડા, માંડવી અને વાલીયા તાલુકાઓનો સમાવેશ ન કરવામાં આવતાં આ વિસ્તારનાં ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ત્યારે આ તાલુકા ઓના ખેડૂતોના સહારે માંગરોળ તાલુકા કોગ્રેસના આગેવાનો આવ્યા છે. આ પ્રશ્ને માંગરોળના મામલ તદારને એક આવેદનપત્ર આપી ઉપરોક્ત તાલુકાઓનો કિસાન સર્વોદય યોજનામાં સમાવેશ કરવાની માંગ સાથે માંગરોળના મામલતદાર ડી. સી. વસાવાને એક આવેદનપત્ર આપ્યું છે. રાજપાલને સંબોધીને લખાયેલા આ આવેદનપત્રમાં જણાવાયું છે કે દેશનાં વડાપ્રધાને કિસાન સર્વોદય યોજનાની જાહેરાત કરી છે. આ યોજના અંતર્ગત દિવસ દરમિયાન ખેડૂતોને ખેતીનાં કામ માટે આંઠ કલાક વિજપૂરવઠો આપવામાં આવ નાર છે. પરંતુ આ યોજનામાં માંગરોળ, ઉમરપાડા, માંડવી અને વાલીયા તાલુકાઓનો સમાવેશ કરવામાં આવ્યો નથી જેથી આવેદનપત્રમાં જણાવાયું છે કે આ વિસ્તારોમાં દીપડાઓ દ્વારા ખેડૂતો અને ખેતમજૂરો ઉપર વારંવાર હુમલાઓ થઈ રહ્યા છે.જેથી રાત્રી દરમિયાન ખેડૂતો અને ખેતમજૂરો માટે ખેતરમાં જવાનું મુશ્કેલ બન્યું છે. જેથી ઉપરોક્ત તાલુકાઓનો આ યોજનામાં સમાવેશ કરવા માંગ કરાઈ છે. આ પ્રસંગે માજી પંચાયત મંત્રી રમણભાઈ ચૌધરી, શામજીભાઈ ચૌધરી, સંતોષ મેસુરીયા વગેરે હાજર રહ્યા હતા. આ પ્રસંગે આ કોંગી આગેવાનોએ નવનિયુક્ત મામલતદારશ્રી વસાવાનું પુષ્પગુચ્છ આપી અભિવાદન કર્યું હતું.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *