ડાંગ જીલ્લાનાં બોરખેત ગામે C.M. રૂપાણીની વિરાટ સભા યોજાઈ

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : આગામી દિવસોમાં વિધાનસભાની પેટા ચૂંટણી યોજાનાર છે જેને લઈ ભાજપ અને કોંગ્રેસ પક્ષ દ્વારા જાહેરસભાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે આજરોજ આહવા ખાતેનાં બોરખેત ગામે ડાંગ ભાજપ પક્ષ દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની આગેવાનીમાં વિરાટ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં રૂપાણીએ કોંગ્રેસ ઉપર આકરાં પ્રહારો કરી ભાજપ સરકારને પ્રજાલક્ષી સરકાર ગણાવી હતી.
ડાંગ જિલ્લા ભાજપ પક્ષ દ્વારા આજે બોરખેત ગામે મુખ્યમંત્રી રૂપાણીની આગેવાની માં વિરાટ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં ડાંગ નાં લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 3 નવેમ્બર નાં રોજ પેટા ચૂંટણી યોજાનાર છે ત્યારે આ ચૂંટણી નાં પ્રચાર પ્રસાર સંદર્ભે મુખ્યમંત્રીએ બોરખેત ની વિરાટ સભામાં કોંગ્રેસ ને આડે હાથ લીધાં હતાં.
રાજ્યસભાની ચૂંટણી ટાણે મંગળ ભાઈ રાજીનામું આપ્યું હતું. જેને લઈ હવે આ બેઠક ઉપર 3 નવેમ્બર નાં રોજ પેટા ચૂંટણી યોજાનાર છે. મંગળ ભાઈ હાલ ભાજપ પક્ષમાં જોડાઈ ગયાં છે. ત્યારે મંગળ ભાઈ ની તરફેણ કરતાં વિજયભાઈ રૂપાણી એ જણાવ્યું હતું કે તેઓએ પ્રજાનાં વિકાસ અર્થે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે. હાલ લોકસભામાં ભાજપ ની બહુમતી છે પણ રાજ્યસભામાં ભાજપ ની બહુમતી વધારવા માટે મંગળ ભાઈએ રાજીનામું આપ્યું હતું.
જાહેરસભા માં લોકોને સંબોધન કરતાં વિજયભાઈ રૂપાણી એ જણાવ્યું હતું કે નરેન્દ્ર ભાઈ મોદી નવા પરિવર્તન લાવી રહ્યા છે. તેમની સરકારે રામ મંદિરનું નિર્માણ કર્યું 3 તલાક કાયડો બનાવ્યો. 370 કલમ હટાવી. ગુજરાત માં 8 ધારાસભ્યો કોંગ્રેસ છોડીને ભાજપમાં પાર્ટીમાં વિકાસ માટે આવ્યા છે.
કોંગ્રેસ નાં પક્ષ પલટા વિધાન ને જવાબ આપતાં રૂપાણીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીએ પહેલાં અનેક સરકારો તોડી છે. તેઓ પક્ષ પલટા કરે છે. 8 ધારાસભ્યો એ માત્રને માત્ર કોંગ્રેસ ની આંતરિક જૂથ બધી થી રાજીનામુ આપ્યું છે. કોંગ્રેસ નાં શાસન માં ગરીબી બેકારી વધી છે. જ્યારે ભાજપ પક્ષ લોકોને વિકાસ તરફ લઈ જાય છે. કોંગ્રેસ પાર્ટી ઉપર આકરાં પ્રહારો કરતાં રૂપાણીએ 8 બેઠકો જીતવાનો દાવો કર્યો હતો.